Gyanvapi Case Live Updates: વારાણસીના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે સોમવારે મોટો ચુકાદો આપ્યો હતો.  શ્રૃંગાર ગૌરીમાં પૂજા કરવાના અધિકાર માટે દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટે સુનાવણી લાયક ગણાવી હતી. હિંદુ પક્ષ વતી જ્ઞાનવાપી સંકુલમાં આવેલા શ્રૃંગાર ગૌરી સહિત અન્ય ધાર્મિક સ્થળોએ નિયમિત પૂજા કરવાની પરવાનગીની માંગણી કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ પક્ષે આ કેસને બરતરફ કરવાની માંગ કરી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ મામલે સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર 07 નિયમ 11 હેઠળ સુનાવણી થઈ શકે છે.

Continues below advertisement


 










શ્રૃંગાર ગૌરીમાં પૂજા કરવાના અધિકાર માટે દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટે સુનાવણી લાયક ગણી છે. હિંદુ પક્ષ વતી જ્ઞાનવાપી સંકુલમાં આવેલા શ્રૃંગાર ગૌરી સહિત અન્ય ધાર્મિક સ્થળોએ નિયમિત પૂજા કરવાની પરવાનગીની માંગણી કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ પક્ષે આ કેસને બરતરફ કરવાની માંગ કરી હતી જ્ઞાનવાપી કેસમાં ચુકાદો સંભળાવતા કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલને ફગાવી દીધી હતી. કોર્ટ આ મામલે સુનાવણી કરશે. કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં અરજદાર સોહન લાલ આર્યએ કહ્યું, આ હિન્દુ સમુદાયની જીત છે. કોર્ટ આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે કરશે. તેઓએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.


જિલ્લા કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પક્ષે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરશે.