નવી દિલ્લી: હાફિજ સઈદ પાણી માર્ગેથી આતંકીઓને ઘૂષણખોરી કરાવવાના ફિરાકમાં હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહીં છે. લશ્કરના 8-9 આતંકીઓને જમ્મૂના નિક્કી તવી અને મોટી તવી નદીઓને ઘૂષણખોરી માટે ઉપયોગ કરી શકે છે.
પાકિસ્તાન સેના આતંકીઓની ઘૂષણખોરી માટે મદદ કરતા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. હાફિજ સઈદએ ઘૂષણખોરી કરવા માટે લશ્કર કમાંડર અબૂ ઈરફાન ટાંડેવાલાને નક્કી તવી અને મોટી તવીના વિસ્તારમાંથી ઘૂષણખોરીની જવાબદારી સોંપી છે. આ માહિતી બાદ જમ્મૂની નદીઓ અને નાળાઓ જ્યાથી ઘૂષણખોરીની આશંકા વધુ રહે છે. ત્યા સુરક્ષા વધારી દેવાઈ છે. બીએસએફએ જુદી જુદી જગ્યા પર સુરક્ષા વધારી દીધી છે.