નવી દિલ્લી: ભારત અને પાકિસ્તાનની વચ્ચે આરોપ-પ્રત્યારોપની રમત જૂની છે, પરંતુ પાકિસ્તાની મીડિયા આ વખતે આરોપ લગાવવાની તમામ સીમાઓ ઓળંગી દીધી છે. ઉત્તર-ભારત ખાસ કરીને દિલ્લીમાં જાહેર સ્મૉગની અસર પાકિસ્તાનમાં પણ દેખાઈ રહી છે. પાકિસ્તાની મીડિયાએ આરોપ લગાવ્યો છે કે ભારતમાં દીવાળીથી પૈદા થયેલું પ્રદૂષણનો માર લાહોરને પણ ભોગવવો પડી રહ્યો છે. પાક મીડિયામાં આ વાત ખૂલીને કહેવામાં આવી રહી છે કે આ સ્મૉગને ભારતને જાણી જોઈને પાકિસ્તાન તરફ ધકેલી દીધો છે જેનાથી કરોડોં પાકિસ્તાની લોકો બીમાર પડી શકે.
પાકિસ્તાની મીડિયા આ આરોપ માટે NASA દ્વારા જાહેર કરવામાં આવેલી એક તસવીરની પ્રશંસા કરી રહ્યું છે. જો કે NASAએ આ તસવીરની સાથે એ સ્પષ્ટ કરી દીધું હતું કે દીવાળી સેલિબ્રેશન અને પાકિસ્તાનના વિસ્તારોમાં હાલની જે સ્મૉગની અસર વર્તાઈ રહી છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. પાક મીડિયાની ઘણી ચેનલો દેખાડી રહી છે કે ભારતમાં દીવાળી પર ફોડવામાં આવેલા ફટાકડા અને પંજાબમાં ખેડૂતો દ્વારા સળગાવવામાં આવતી પુઆલના લીધે પાકિસ્તાનનો દમ ઘૂંટાઈ રહ્યો છે. પાક મીડિયાનું કહેવું છે કે ભારત તરફથી 32 મિલિયન ટન ધુમાડો અને ધુમાડાના કણ પાકિસ્તાન તરફ આવ્યા છે જે અહીં સ્મૉગ પૈદા કરી રહ્યું છે.