National Science Day 2023: ભારતમાં ઘણા મહાન વૈજ્ઞાનિકોનો જન્મ થયો છે અને તેમાંથી એક છે સર ચંદ્રશેખર વેંકટ રામન જેમણે 28 ફેબ્રુઆરી 1928ના રોજ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં 'રામન ઈફેક્ટ'ની શોધ કરી હતી અને 1930માં તેમને આ શોધ માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ શોધને કારણે ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day 2023)ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023 ની થીમ શું છે. 


રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023 ની થીમ શું છે ?


કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોમવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023 ની થીમ 'ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિઈંગ' જાહેર કરી. આ થીમનો અર્થ એ છે કે ભારત 2023 માં પ્રવેશતાની સાથે ઘણા નવા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે અને માત્ર ભારત જ નહીં પરંતુ દરેક દેશ અનેક પડકારોમાંથી પસાર થઈ રહ્યો છે. આ પડકારોને પહોંચી વળવા અને વિશ્વના કલ્યાણ માટે વિજ્ઞાનના મહત્વને ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day 2023)ઉજવવામાં આવે છે. 


રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે શરૂ થયો ?


1986માં  નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવા વિનંતી કરવામાં આવી હતી અને સરકારે વિનંતી સ્વીકારી હતી. આ દિવસ સર સી.વી. રામનની 'રામન ઈફેક્ટ' શોધની યાદમાં ઉજવવામાં આવે છે અને તેની સાથે આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને વિજ્ઞાનના મહત્વથી વાકેફ કરવાનો અને ભારતના મહાન વૈજ્ઞાનિકોને યાદ કરવાનો છે.


રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દર વર્ષે દેશની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ અને અન્ય ટેકનિકલ, એન્જિનિયરિંગ, મેડિકલ વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ અને રુચિ વધે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાયન્સ સ્પીચ, ડિબેટ, એક્ટિવિટી, કોમ્પિટિશન વગેરેનું આયોજન કરવામાં આવે છે. તો વિવિધ સંસ્થાઓ અને સરકારી વિભાગો દ્વારા આ દિવસે પબ્લિક સ્પીચ, રેડિયો અને ટીવી પર કાર્યક્રમોનું પ્રસારણ, વિજ્ઞાન પ્રદર્શન વગેરે પણ યોજવામાં આવે છે. 


1986માં  નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવા વિનંતી કરવામાં આવી હતી અને સરકારે વિનંતી સ્વીકારી હતી.