New Year 2023 Celebration: નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ આખી દુનિયામાં કરવામાં આવે છે, નવા વર્ષનો જશ્ન 31 ડિસેમ્બરની રાતથી શરૂ થઇ જાય છે, લોકો પોત પોતાની રીતે નવા વર્ષનો જશ્ન મનાવવામાં ડુબી જાય છે, કેટલાય જગ્યાઓઓ પર શાનદાર આતશબાજી થાય છે, અને લોકો હળીમળીને નવા વર્ષને વધાવે છે. ભારતમાં 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા પછી નવા વર્ષની શરૂઆત થાય છે, પરંતુ કેટલાય એવા દેશો છે જ્યાં દિવસ પહેલા શરૂ થઇ જાય છે. જાણો આ કયા કયા દેશો છે જ્યાં સૌથી પહેલા મનાવવામાં આવે છે નવુ વર્ષ.... 


આ દેશમાં સૌથી પહેલા મનાવવામાં આવે છે નવુ વર્ષ - 
નવા વર્ષનું સ્વાગત સૌથી પહેલા ઓશિયાનિયા વિસ્તારના લોકો કરે છે, આમાં ટોંન્ગા, સમોઆ અને કિરિબાટી નવા વર્ષનું કરનારા પહેલા દેશો છે, આનો મતબલ છે કે, અહીં સૌથી પહેલા નવા વર્ષનો દિવસ ઉગે છે. ભારતીય સમયાનુસાર 31 ડિસેમ્બરની સાંજે 3:30 વાગ્યાથી સમોઆ અને ક્રિસમસ આઇલેન્ડ/ કિરબેતીમાં નવુ વર્ષ શરૂ થઇ જાય છે. 


એશિયન દેશોમાં જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી પહેલા નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવે છે. અહીં 31 ડિસેમ્બરની રાત્રે 8:30 વાગ્યાથી નવુ વર્ષ શરૂ થઇ જાય છે. વળી, યૂએસ માઇનર આઉટલાઇન્સ આઇલેન્ડમાં સૌથી છેલ્લે નવુ વર્ષ મનાવવામાં આવે છે, ભારતીય સમયાનુસાર સાંજે 5:35 મનાવવામાં આવે છે. 


 


Happy New Year : નવા વર્ષે પાર્ટીમાં કેટલો દારૂ પી ને ગાડી ચલાવી શકાય? જાણો નિયમ


તમે કેટલા દારૂથી વાહન ચલાવી શકો છો?


જો તમે દારૂના નશામાં વાહન ચલાવતા હોવ અને ટ્રાફિક પોલીસને તેની શંકા જાય તો તેઓ તમારો BAC ટેસ્ટ કરશે. આવી સ્થિતિમાં પોલીસ તમારું વાહન રોકી શકે છે અને જરૂર પડ્યે તેને જપ્ત પણ કરી શકે છે. જો કે, જો તમે નિયમોમાં નિર્ધારિત મર્યાદામાં દારૂનું સેવન કર્યું છે, તો તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. BAC ટેસ્ટમાં જો તમારા લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 30 મિલિગ્રામ પ્રતિ 100 મિલી લોહીમાં જોવા મળે છે, તો તમે વાહન ચલાવી શકો છો. આ સ્થિતિમાં તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરંતુ જો તમારા લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ આનાથી વધુ હશે તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.