Republic Day 2024 Live: ગણતંત્ર દિવસ પર જેકેટ- જૂતાની થશે તપાસ, સુરક્ષાના રહેશે છ લેયર, આજ રાતથી દિલ્હીની સરહદો સીલ

Republic Day 2024 Live: દિલ્હી પોલીસ પાડોશી રાજ્યોની પોલીસનો પણ સહયોગ લઈ રહી છે. સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

gujarati.abplive.com Last Updated: 25 Jan 2024 01:40 PM
16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખી

અરમાનેએ કહ્યું કે પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 9 મંત્રાલયોની ઝાંખીઓ બતાવવામાં આવશે. આ રાજ્યો ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, ઝારખંડ અને તેલંગણા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ છે

સંરક્ષણ સચિવ ગિરિધર અરમાને કહ્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ છે. ફ્રાન્સની 95 સભ્યોની માર્ચિંગ ટીમ અને 33 સભ્યોની બેન્ડ ટુકડી પણ પરેડમાં ભાગ લેશે. ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટની સાથે એક મલ્ટી રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ (MRTT) એરક્રાફ્ટ અને ફ્રેન્ચ એરફોર્સના બે રાફેલ ફાઇટર જેટ પણ ફ્લાય-પાસ્ટમાં ભાગ લેશે.

13,000 વિશેષ મહેમાનોને આમંત્રણ

સંરક્ષણ સચિવે કહ્યું કે આ વર્ષે લગભગ 13 હજાર વિશેષ મહેમાનોને પરેડમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એવા લોકો છે જેમણે સરકારની લગભગ 30 મોટી યોજનાઓનો લાભ લીધો છે. આ ઉપરાંત પેટન્ટ મેળવનાર નિષ્ણાતો, ઈસરોના મહિલા વૈજ્ઞાનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખેડૂતો અને આદિવાસી સમુદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે કર્તવ્ય પથ પર પરેડ જોવા માટે 77 હજાર સીટોની ક્ષમતા છે. જેમાંથી સામાન્ય જનતા માટે 42 હજાર સીટો ટિકિટ દ્વારા બુક કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 37 હજાર ટિકિટ વેચાઈ છે.

ગુજરાત પોલીસના 256 જવાનો મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે

ગુજરાત પોલીસના 256 જવાનો 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે. આ સાથે અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજવામાં આવશે. 

પ્રજાસત્તાક દિવસે જૂનાગઢમાં થશે રાજ્યકક્ષાની ઉજવણી

75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી  જૂનાગઢમાં યોજાશે. આગામી 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

કયો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે, 74મો કે 75મો? દૂર કરો મૂંઝવણ

આ વર્ષે સ્વતંત્ર ભારતનો 75મો ગણતંત્ર દિવસ હશે. જો તમે હજુ પણ મૂંઝવણમાં હોવ તો ચાલો તેની પાછળનું ગણિત સમજીએ. દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું ત્યારથી, તે પ્રથમ ગણતંત્ર દિવસ હતો. તકનીકી રીતે આ દિવસ 26 જાન્યુઆરી 1950 ના રોજ દેશનો પ્રથમ ગણતંત્ર દિવસ હતો. આ પછી, 26 જાન્યુઆરી 1951 એ ભારતનો બીજો ગણતંત્ર દિવસ અને પ્રજાસત્તાકની પ્રથમ વર્ષગાંઠ હશે.

મેક્રોન અને મોદીની સામે ઉડાણ ભરશે ફાઇટર પ્લેન

ગણતંત્ર દિવસના અવસર પર ફાઇટર પ્લેનનું એક આખું દળ વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનાની નજર સામે ઉડાણ ભરશે.  29 ફાઇટર એરક્રાફ્ટ, આઠ કાર્ગો એરક્રાફ્ટ, 13 હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સહિત કુલ 51 એરફોર્સ એરક્રાફ્ટ હવાઈ સ્ટંટ કરશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન પણ રાફેલ, સુખોઈ-30, જગુઆર, સી-130 અને તેજસ ફાઈટર પ્લેનને અલગ-અલગ ફોર્મેશનમાં ઉડતા જોઈ શકશે.

બ્રેકગ્રાઉન્ડ

Republic Day 2024 Live: દિલ્હી પોલીસે સંરક્ષણ મંત્રાલય, અર્ધલશ્કરી દળો અને કેન્દ્રીય એજન્સીઓના સહયોગથી ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે 14 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવશે અને નવી દિલ્હી જિલ્લામાં આઠ હજાર સૈનિકો તૈનાત કરવામાં આવશે. આ સિવાય મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવશે.


દિલ્હી પોલીસની ક્વિક રિએક્શન ટીમ અને સ્પેશિયલ સેલ સ્વાટ સ્કવોડના સ્નાઈપર્સ સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવશે. સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છે અને માહિતીની આપલે કરી રહ્યા છે, જેથી કોઈ સમસ્યા ન સર્જાય. સંભવિત પેરાગ્લાઈડર અને ડ્રોન હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.


દિલ્હી બોર્ડર સીલ કરવામાં આવશે


દિલ્હી પોલીસ પાડોશી રાજ્યોની પોલીસનો પણ સહયોગ લઈ રહી છે. સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 25 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યાથી દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવશે. જેઓ એકદમ જરૂરી છે તેમને જ બહારના વાહનોમાં દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. પરેડ માટે ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.


દિલ્હી પોલીસ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સ્પેશિયલ કમિશનર લો એન્ડ ઓર્ડર મધુપ કુમાર તિવારી, સ્પેશિયલ કમિશનર સિક્યુરિટી દીપેન્દ્ર પાઠક, સ્પેશિયલ કમિશનર ટ્રાફિક એચજીએસ ધાલીવાલ અને કે જગદીશન દ્વારા બુધવારે દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થાને લઈને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.


નવી દિલ્હીને 28 ઝોનમાં વહેંચવામાં આવી હતી


મધુપ કુમાર તિવારીએ કહ્યું કે 26 જાન્યુઆરીની સુરક્ષા માટે નવી દિલ્હીને 28 ઝોનમાં વહેંચવામાં આવી છે. દરેક ઝોનની કમાન એક ડીસીપીને સોંપવામાં આવી છે. આ સાથે દરેક ખૂણે-ખૂણે નજર રાખવા માટે આઠ હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વડા પ્રધાનના નિવાસસ્થાનથી લાલ કિલ્લા સુધીના માર્ગો ઉપરાંત, નવી દિલ્હી, મધ્ય અને ઉત્તરી જિલ્લાઓમાં રસ્તાના કિનારે અને કર્તવ્ય પથ પર હજારો અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.


ભીડભાડવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન


દિલ્હી પોલીસ રાજધાનીના ભીડભાડવાળા બજારોમાં ખાસ તકેદારી રાખશે. સીસીટીવીની સાથે સાથે બજારોમાં દરેક ખૂણે-ખૂણે સૈનિકો તૈનાત રહેશે. દિલ્હી પોલીસે નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓ પર સાવધાન રહેવાની અપીલ કરી છે અને જો તેઓ કોઈ ત્યજી દેવાયેલી વસ્તુ કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જુએ તો તરત જ પોલીસનો સંપર્ક કરે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.