નવી દિલ્હી: પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર ગુરુવારે હુમલો થયો હતો. આ ઘટના પર ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ચિંતા વ્યક્ત કરી છે અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો છે. હરભજનસિંહે ટ્વિટર પર તે શખ્સ(મોહમ્મદ હસન)ના બે વીડિયો પણ શેર કર્યાં છે. જે ભીડનું નેતૃત્વ કરી રહ્યો હતો અને ઐતિહાસિક શિખ ગુરુદ્રારાની જગ્યાએ મસ્જિદ બનાવવાની ધમકી આપી રહ્યો હતો.

હરભજને શનિવારે ટ્વિટ કર્યું કે, ‘ખબર નહીં કેટલાક લોકોને શું વાંધો છે. કેમ તેઓ શાંતિથી રહી નથી શકતા.... મોહમ્મદ હસન જાહેરમાં નનકાના સાહિબ ગુરુદ્વારાને તોડીને ત્યા મસ્જિદ બનાવવાની વાત કરી રહ્યો છે. ઈમરાન ખાન જરૂરી યોગ્ય પગલા લે. ’


હરભજને વધુમાં લખ્યું કે, ભગવાન એક છે..... તેનું વિભાજિત ના કરો... અને ના તો એકબીજા પ્રત્યે નફરત પેદા કરો.... ચાલો પહેલા ઈન્સાન બનીએ અને એકબીજાનું સન્માન કરીએ. મોહમ્મદ હસન જાહેરમાં નનકાના સાહિબ ગુરુદ્વારાને તોડીને ત્યાં મસ્જિદ બનાવવાની ધમકી આપી રહ્યો છે. તે જોઈને દુખી છું. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ અને શિરોમણી અકાલી દળે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.


નનકાના સાહિબ ગુરુ નાનકજીનું જન્મસ્થળ છે. સિરસાએ વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે તે આ ઘટનાને ધ્યાનમાં લે. સિરસા દિલ્હી શીખ ગુરુદ્ધારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ પણ છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે શ્રી નનકાના સાહિબ પર હુમલો કરનારા લોકો પર કડક કાર્યવાહી થવી જોઇએ.