નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ગઇકાલે રાત્રે 67 વયે નિધન થઇ ગયુ હતું. રાત્રે 9 વાગે હાર્ટ એટેકનો હુમલો આવ્યા બાદ સુષ્મા સ્વરાજને એઇમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનુ દહાંત થયુ હતુ. મૃત્યુના એક કલાક પહેલા સુષ્મા સ્વરાજે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભુષણ જાધવનો કેસ લડી રહેલા વકીલ હરીશ સાલ્વે સાથે વાતચીત કરી હતી, તેનો ખુલાસો ખુદ હરીશ સાલ્વેએ કર્યો છે.


આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભુષણ જાધવનો કેસ લડી રહેલા હરીશ સાલ્વેએ તેમને યાદ કરતાં કહ્યું કે, હું સુષ્માજી સાથે એક કલાક પહેલા જ વાત કરી ચૂક્યો છું. રાત્રે 8.50 કલાકે મારી વાત સુષ્માજી સાથે થઇ હતી.

સાલ્વે કહ્યું કે, ''મે રાત્રે 8:50 કલાકે તેમની સાથે વાત કરી, આ એક ખાસ ઇમૉશનલ વાતચીત હતી, મને કહ્યું કે, મારે તેમના ઘરે જવુ પડશે અને તેમને મળવું પડશે. સુષ્માજીએ કહ્યું કે, જે કેસ તમે જીત્યો છે તેના માટે હું તમને 1 રૂપિયો આપવા માંગુ છુ. હું પણ કહ્યું કે બેશક મને આ કિંમત ફી લેવા માંગુ છું. તેમને મને કહ્યું કે, કાલે સાંજે 6 વાગે આવજો અને તમારી 1 રૂપિયાની ફી લઇ જજો.”



નોંધનીય છે કે, વકીલ હરીશ સાલ્વે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભુષણ જાધવનો કેસ લડ્યો હતો, તેની જીત થઇ હતી. કુલભુષણ જાધવને પાકિસ્તાનને જાસૂસ તરીકે પકડી રાખ્યો છે, જેને છોડાવવા માટે ભારત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગયુ હતુ.