નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી સરકારને ઘેરનાર જાણીતા નિવૃત્ત IAS અધિકારી હર્ષ મંદરના ઘર અને ઓફિસ પર દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે નવી દિલ્હીમાં તેમના ઘર અને ઓફિસ પર આ દરોડો પડ્યા છે. હર્ષ મંદરને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેઓ યુપીએ સરકારમાં સલાહકાર પરિષદના સભ્ય હતા.


ઇડીએ હર્ષ મંદર દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમમાં પણ દરોડા પાડ્યા છે. આ વર્ષે જુલાઈમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) એ દિલ્હી હાઈકોર્ટ પાસે માંગ કરી હતી કે હર્ષ મંદર સાથે જોડાયેલા ચિલન્ડ્રન હોમ પર કાર્રવાઈ કરવામાં આવે. જોકે, હર્ષ મંદર ગુરુવારે વહેલી સવારે ફેલોશિપ કાર્યક્રમ માટે જર્મની જવા રવાના થયા હતા.


હર્ષ મંદરે અનેક પ્રસંગોએ કેન્દ્રને સવાલ કર્યા હતા


હર્ષ મંદર ઘણી વખત ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે વિરોધ કરતા જોવા મળ્યા છે. દિલ્હીમાં થયેલી હિંસાના ચાર્જશીટમાં હર્ષ મંદરનું નામ પણ છે. ત્યારે હર્ષ મંદર પર નાગરિકતા સુધારા કાયદા (CAA) નો વિરોધ કરી રહેલા લોકોને ઉશ્કેરવાનો આરોપ હતો. આ સિવાય ન્યાયતંત્ર વિશે તિરસ્કારજનક વાતો કહેવાનો આરોપ પણ હતો. હર્ષ મંદર પર આંદોલન દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપવાનો અને દિલ્હી હિંસાનું કાવતરું ઘડવાનો આરોપ છે.


હર્ષ મંડેર IAS ઓફિસર હતા, પરંતુ 2002 ના ગુજરાત રમખાણોથી દુઃખી થયા બાદ તેમણે નોકરી છોડી દીધી અને બાદમાં તેમણે સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્ય હતા જેની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી.


પીએમ મોદીએ નવા ‘ડિફેન્સ કોમ્પલેક્સ’નું કર્યું ઉદ્ઘાટન, સંરક્ષણ મંત્રાલયના 7 હજાર કર્મચારીઓ થયા શિફ્ટ


India Corona Cases: દેશમાં 4 દિવસ બાદ ફરીથી નોંધાયા 30 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 431 લોકોના મોતથી ફફડાટ