નવી દિલ્હીઃ ખેડૂત બિલના મુદ્દા પર એનડીએથી અલગ થયા બાદ અકાલી દળે હવે એનડીએ અને બીજેપી પર હુમલો કરવાનુ શરૂ કરી દીધો છે. એનડીએ છોડ્યા પહેલા કેબિનેટમાંથી રાજીનામુ આપનારી હરસિમરત કૌર બાદલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરીને એનડી પર હુમલો કર્યો છે. તેમને કહ્યું કે, આ તે એનડીએ નથી જેની કલ્પના અટલ બિહારી વાજપેયી અને પ્રકાશ સિંહ બાદલે કરી હતી.
હરસિમરત કૌર બાદલે ટ્વીટ કર્યુ- જો ત્રણ કરોડ પંજાબીઓની થોડી પીડા અને વિરોધ છતાં ભારત સરકારનુ દિલ ના પીગળી રહ્યું હોય તો આ તે એનડીએ નથી જેની કલ્પના અટલ બિહારી વાજપેયી અને પ્રકાશ સિંહ બાદલે કરી હતી. આવુ ગઠબંધન જે પોતાના સૌથી જુના સાથીની વાત ના સાંભળે અને આખા દેશનુ પેટ ભરનારાઓ સામેથી નજર ફેરવી દે, તો આવુ ગઠબંધન પંજાબના હિતમાં નથી.
રાજીનામુ આપ્યા બાદ શું બોલી હરસિમરત કૌર
હરસિમરત કૌરે કહ્યું હતું કે રાજીનામુ આપવુ મજબૂરી નહીં જરૂરી હતુ. એક મંત્રી હોવાના નાતે મે હેમેશા એ સમજ્યુ કે લોકોએ પોતાની અવાજ ઉઠાવવા માટે આપણને પસંદ કરીને મોકલ્યા છે. લોકોની અવાજ સંસદ સુધી પહોંચાડવી ફરજ છે.
હરસિમરત કૌરે કહ્યું કે સરકાર ખેડૂતોને મનાવી નથી શકતી જોકે તેને એ પણ કહ્યું કે સરકારે ખેડૂતો માટે ઘણુબધુ કામ કર્યુ છે પરંતુ આ મુદ્દા પર તે મનાવી શકી નથી. સરકાર ખેડૂતોને વિશ્વાસમાં નથી લઇ શકી અને તે મોદી સરકારને નથી સમજી શકી. તેને કહ્યું કે, તે ખેડૂતોની માફી માંગે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
23 વર્ષ જુની દોસ્તી તુટ્યા બાદ દુઃખી થયેલી હરસિમરત કૌરે બીજેપી પર શું કર્યો કટાક્ષ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2020 10:00 AM (IST)
પહેલા કેબિનેટમાંથી રાજીનામુ આપનારી હરસિમરત કૌર બાદલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરીને એનડી પર હુમલો કર્યો છે. તેમને કહ્યું કે, આ તે એનડીએ નથી જેની કલ્પના અટલ બિહારી વાજપેયી અને પ્રકાશ સિંહ બાદલે કરી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -