​​Haryana Assembly Eelction 2024:  ​​મહિલા રેસલર વિનેશ ફોગાટે રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. આ માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્સ એક્સ પર આપી હતી. વિનેશે લખ્યું છે કે ભારતીય રેલવેની સેવા કરવી એ મારા જીવનનો યાદગાર અને ગૌરવપૂર્ણ સમય રહ્યો છે. મારા જીવનના આ તબક્કે મેં મારી જાતને રેલવે સેવાથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય રેલવેના સક્ષમ અધિકારીઓને મારું રાજીનામું પત્ર સુપરત કર્યું છે. રેલ્વે દ્વારા મને દેશની સેવા કરવાની આ તક આપવા બદલ હું ભારતીય રેલવે પરિવારનો હંમેશા આભારી રહીશ.






તેની સાથે રેસલર બજરંગ પૂનિયાએ પણ રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. બંને ખેલાડીઓ આજે (શુક્રવાર, 6 સપ્ટેમ્બર) કોંગ્રેસમાં જોડાશે. પાર્ટી તેમને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે.


બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે બુધવારે (4 સપ્ટેમ્બર) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ પછી બંન્નેની ચૂંટણી લડવાની અટકળો શરૂ થઇ છે. આ પહેલા આ ખેલાડીઓ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાને મળ્યા હતા.






બજરંગ પૂનિયા ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા છે, જ્યારે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર છે. વિનેશ અને બજરંગ આજે કોંગ્રેસમાં જોડાશે. વિનેશ અને બજરંગ પૂનિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે. આ બંને હરિયાણાની ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી છે. આ પહેલા વિનેશ ફોગાટ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે તેમને મળવા પહોંચી હતી.


Haryana Election: BJPએ 67 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, CM સૈનીની સીટ બદલી