નવી દિલ્હી:  કોરોના વાયરસ (Coronavirus)નો હાહાકાર ચારે તરફ મચી ગયો છે. કોરોના વાયરસની બીજી લહેર ખૂબજ ઘાતક બની છે. દેશમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકોના કોરોનાથી મૃત્યુ થઈ રહ્યાં છે. આ કોરોના વાયરસના ખતરાને અટકાવવા માટે અનેક રાજ્યોમાં લોકડાઉન ( Lockdown) પણ લાદવામાં આવ્યું છે. તેની વચ્ચે હરિયાણા સરકારે પણ રાજ્યમાં લૉકડાઉન વધારી દીધું છે. 


હરિયાણા સરકાર આ વખતે લૉકડાઉનને મહામારી ચેતવણી/ સુરક્ષિત હરિયાણા તરીકે ઉલ્લેખ કરી રહી છે. રાજ્ય સરકારે હવે રાજ્યમાં લોકડાઉનને 24 મે સુધી લંબાવી દીધું છે. હરિયાણા સરકારના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજને ટ્વીટ કરીને કહ્યું કે, મહામારી એલર્ટ/ સુરક્ષિત હરિયાણા 17 મેથી 24 મને સુધી લંબાવી દેવામાં આવ્યું છે. નિયમોને લાગુ કરવા માટે કડક પલગા લેવામાં આવશે. 



આ પહેલા અનિલ વિજેએ ગત રવિવારે લોકડાઉનને 10 મે થી 17 મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. કોરોનાની બીજી લહેર  દરમિયાન હરિયાણા સરકારે સૌથી પહેલા ત્રણ મે થી 10 સુધી એક સપ્તાહનું લોકડાઉન લગાવ્યું હતું. 


રાજ્યમાં શું છે સ્થિતિ ? 
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 6.4 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 6500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલમાં 95 હજારથી વધુ એક્ટિવ  કેસ છે અને 5.8 લાખથી વધુ કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે.



કેટલા રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ


11 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 8 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે, અહીં 5,98,625 એક્ટિવ કેસ છે. જ્યારે 5,21,683 એક્સિવ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા, 4,42,550 એક્ટિવ કેસ સાથે કેરળ ત્રીજા ક્રમે છે. 1,17,373 કેસ સાથે ગુજરાત એક લાખથી વધુ એક્ટિવ કેસવાળા રાજ્યોમાં નવમાં ક્રમે છે.


 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ


ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 31,48,50,143 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15 મે ના રોજ 18,32,950 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.