નવી દિલ્લી: કોરોનાની માહામારીમાં વેક્સિનેને વાયરસ સામે લડવા માટેનું અમોઘશસ્ત્ર માનવામાં આવે છે. જો કે વેક્સિનેશન માટે આધારકાર્ડ જરૂરી માનવામાં આવી રહ્યું છે. તો શું જેમની પાસે આધાર કાર્ડ નહીં હોય તેવા લોકો કોવિડની વેક્સિન નહીં લઇ શકે. આ મામલે UIDAI શું કહ્યું જાણો


ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ(UIDAI)એ આધારકાર્ડને લઇને મોટું નિવેદન આપ્યું છે. UIDAIએ કોરોના વેક્સિન માટે આધારકાર્ડને જરૂરી  નથી ગણાવ્યું. યૂઆઇડીએઆઇએ કહ્યું કે, આધાર કાર્ડ ન હોવાથી કોઇને વેક્સિનથી વંચિત ન રાખી શકાય. આ સિવાય UIDAIએ આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આધારકાર્ડ ન હોવાથી કોઇ દર્દીને ઇલાજથી કે વેક્સિનથી વંચિત ન રાખી શકાય.


શું કહ્યું UIDAIએ
UIDAIએ આપેલા એક નિવેદનમાં કહ્યું કે, આધારકાર્ડ માટે એક્સપ્શન હેડલિંગ મેકેનિજ્મ(ઇએચએમ) સ્થાપિત છે. જેમાં 12 અંકોના બાયોમેટ્રીક આઇડીના અભાવમાં સુવિધા સર્વિસીઝી ડિલીવરી નિશ્ચિત કરવા માટે તેનું પાલન કરવું જોઇએ. 



 જરૂરી સુવિધા માટે મનાઇ ન કરી શકાય
UIDAIએ કહ્યું કે, ' કોઇ વ્યક્તિને  જરૂરી સેવા માટે એટલા માટે ના ન કહી શકાય કે તેમની પાસે આધારકાર્ડ નથી. આ વ્યવહાર યોગ્ય નથી. આધાર વિના પણ જરૂરી સેવા સુવિધા ન રોકાવી જોઇએ. 


દેશમાં કોરોનાની મહામારીના સમયમાં UIDAIનું આ નિવેદન ખૂબ મહત્વનું બની રહે છે. જો કોઇ પાસે આધારકાર્ડ ન હોય તો. આ સ્થિતિમાં ઓનલાઇન વેરિફિકેશન પણ શક્ય નથી થતું. આ સ્થિતિમાં સંબંધિત એજન્સી અથવા વિભાગને આઘાર અધિનિયમ 2016માં નિર્ધારિત વિશિષ્ટ માનદંડો મુજબ સેવા આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. 



18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 22 લાખ 20 હજાર 164 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,11,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4077 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,62,437 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  બે કરોડ 46 લાખ 84 હજાર 077
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 7 લાખ 95 હજાર 335
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 18 હજાર 458
કુલ મોત - 2 લાખ 70 હજાર 284