Haryana Assembly Election 2024 Latest News: રેસલર વિનેશ ફોગાટ જે તાજેતરમાં જ રાજકીય રિંગમાં કૂદી પડી છે, તે કહે છે કે રાજકારણમાં તેણીની એન્ટ્રી પસંદગીથી નહીં પરંતુ મજબૂરીથી થઈ હતી. હરિયાણાના જીંદમાં જુલાના મતદારક્ષેત્રથી ચૂંટણી લડી રહેલી ફોગાટે જણાવ્યું કે ક્યા સંજોગોએ તેમને રાજકારણમાં આવવાની પ્રેરણા આપી. અહીં રેસલરે શું શું કર્યા ખુલાસા.
વિનેશ ફોગાટે ઈન્ડિયા ટૂડેને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે શા માટે તેણે રાજકારણમાં આવવાનું અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તેમણે હરિયાણા માટેના તેમના વિઝન વિશે પણ ખુલીને વાત કરી હતી.
આ કારણે રાજનીતિમાં આવવાનું કર્યુ નક્કી
વિનેશ ફોગાટે કહ્યું, "2024 ઓલિમ્પિક પછીના સંજોગોએ મને આ નિર્ણય (ચૂંટણી લડવા) માટે પ્રેરિત કરી. લોકોએ માંગ કરી કે હું તેમના અને તેમના બાળકો માટે મારી અંદરના યોદ્ધાને જીવંત રાખું." તેમણે સમજાવ્યું કે તેમનો નિર્ણય હાઈ-પ્રૉફાઈલ કુસ્તીબાજોના વિરોધ પછી ન્યાય માટે તેમની અથાક લડતથી પ્રેરિત હતો, જે મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ એ ટોચના કુસ્તીબાજોમાં સામેલ હતા જેઓ ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણસિંહના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના પર અનેક મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
'અમારા માટે રાજનીતિ વિકલ્પ નથી, આવશ્યકતા' -
વિનેશ ફોગાટે કહ્યું, "અમે રસ્તાઓ પર લડ્યા, અમને શું મળ્યું? અમને અપમાન અને દુર્વ્યવહાર સિવાય કંઈ નથી મળ્યું. હું ઓલિમ્પિકમાં ગઇ. શું મને ન્યાય મળ્યો? કંઈ નથી. અમને ક્યારેય ન્યાય નથી મળ્યો. રાજકારણમાં પ્રવેશ કરવો એ કોઈ પસંદગી નહોતી પરંતુ એક આવશ્યકતા હતી."
'સમયની સાથે શીખીશ અને મારી જાતને અનુકૂળ કરીશ'
વિનેશ ફોગાટે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું. "ક્યારેક તેઓ અમારા પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવે છે, ક્યારેક તેઓ કહે છે કે અમે પાકિસ્તાનને સમર્થન આપીએ છીએ, અથવા અમે ખાલિસ્તાની છીએ... પરંતુ આ બધું ચાલશે નહીં. ભાજપે સ્વચ્છ રાજનીતિમાં જોડાવાની જરૂર છે." રાજનીતિના ક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ પર વિનેશે કહ્યું કે શરૂઆતમાં દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ આવે છે. કુસ્તીની શરૂઆતમાં જે પ્રકારની મુશ્કેલી હતી, રાજકારણ પણ તેનાથી અલગ નથી, પરંતુ સમય સાથે હું શીખીશ અને મારી જાતને અનુકૂળ કરીશ. આ સમયે મારા માટે સૌથી મોટો પડકાર લોકોને જાણવાનો અને તેમની જરૂરિયાતોને સમજવાનો છે.
'જુલાનાથી લડવાનો નિર્ણય કોંગ્રેસ નેતૃત્વનો'
ચરખી દાદરી સીટને બદલે જુલાનાને પસંદ કરવાના પ્રશ્ન પર વિનેશ ફોગાટે કહ્યું કે આ તેમનો નિર્ણય નથી પરંતુ કોંગ્રેસ નેતૃત્વનો છે. હરિયાણા અને જુલાના માટેના તેમના વિઝનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જુલાના મારી પ્રાથમિકતા છે, પરંતુ મારો ઉદ્દેશ્ય સમગ્ર હરિયાણાના વિકાસ માટે કામ કરવાનો છે. હું મારી જાતને માત્ર એક મતવિસ્તાર સુધી મર્યાદિત રાખવા માંગતી નથી. હરિયાણા માટે તેમનું વિઝન યુવા એથ્લેટ્સ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખાસ કરીને જેઓ જાતીય સતામણીનો ભોગ બને છે. હું તેમને વિશ્વાસ અપાવવા માંગુ છું કે કોઈ તેમના માટે ઊભી છું, તેમના અધિકારો માટે લડી રહી છું.
આ પણ વાંચો