Haryana Results 2024 LIVE: હરિયાણામાં ભાજપની સત્તાની હેટ્રિક, રાજ્યમાં ફરી એકવાર નાયબ સરકાર
Haryana Results 2024 LIVE: હરિયાણામાં માત્ર એક તબક્કામાં એટલે કે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. જ્યારે હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી
gujarati.abplive.comLast Updated: 08 Oct 2024 06:05 PM

બ્રેકગ્રાઉન્ડ
Haryana Results 2024 LIVE: આગામી 5 વર્ષ સુધી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની સત્તા પર કોણ શાસન કરશે તેનો નિર્ણય મંગળવારે (8 ઓક્ટોબર) લેવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેને...More
Haryana Results 2024 LIVE: આગામી 5 વર્ષ સુધી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની સત્તા પર કોણ શાસન કરશે તેનો નિર્ણય મંગળવારે (8 ઓક્ટોબર) લેવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે મતગણતરી સ્થળ પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં 90-90 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં (18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર) મતદાન યોજાયું હતું, જ્યારે હરિયાણામાં માત્ર એક તબક્કામાં એટલે કે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. જ્યારે હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી ત્યારે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી
હરિયાણામાં ભાજપે લગાવી સત્તાની હેટ્રિક
હરિયાણામાં ભાજપની બહુમતી સ્પષ્ટ થઇ ચૂકી છે. સાંજના 6 વાગ્યા સુધીના ચૂંટણી પંચના તાજા આંકડા પ્રમાણે, હરિયાણા વિધાનસભાના પરિણામ પર નજર કરીએ તો, પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી 41 બેઠકો પર જીત સાથે આગળ છે, જ્યારે 7 બેઠકો પર લીડ કરી રહી છે. કુલ 90માંથી 48 બેઠકો હરિયાણામાંથી ભાજપના ખાતામાં જઇ રહી છે. તો વળી, કોંગ્રેસ 33 બેઠકો પર જીત અને 4 બેઠકો પર લીડ સાથે કુલ 37 બેઠકો પર જીતતી દેખાઇ રહી છે. પ્રદેશમાં અન્ય પક્ષોની વાત કરીએ તો ઇન્ડિયન નેશનલ લોકદળ -આઇએનએલડીને 2માં જીત અને અપક્ષો 3 બેઠકો પર જીત મેળવી રહ્યાં છે.