Hassan Scandal: કર્ણાટકમાં એક ચોંકાવનારી અને મોટો કિસ્સો સામે આવ્યો છે, જેને તમામ રાજકારણીઓની ઊંઘ ઉડાડી દીધી છે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે (27 એપ્રિલ) હાસન જિલ્લા સાથે સંબંધિત સેક્સ સ્કેન્ડલની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ સેક્સ સ્કેન્ડલમાં હસનના JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાનું નામ પણ સામે આવ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, પોલીસને જાણ છે કે જેડીએસ ચીફ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના શનિવારે જર્મનીના ફ્રેન્કફર્ટ શહેર જવા રવાના થયા હતા.
ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ સિદ્ધારમૈયાએ એક નિવેદનમાં કહ્યું, "સરકારે પ્રજ્વલ રેવન્ના અશ્લીલ વીડિયો કેસમાં SIT બનાવવાનો નિર્ણય કર્યો છે." તેમણે કહ્યું કે, "હાસનમાં વાંધાજનક વિડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે મહિલાઓનું યૌન ઉત્પીડન (જબરદસ્તી) કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં મહિલા આયોગના અધ્યક્ષે સરકારને પત્ર લખીને SIT તપાસની માંગ કરી હતી. આ તેમની વિનંતીના જવાબમાં નિર્ણય લેવામાં આવ્યો છે."
મહિલા આયોગે કરી હતી એક્શનની માંગ
હકીકતમાં, કર્ણાટક મહિલા આયોગના અધ્યક્ષ ડૉ. નાગલક્ષ્મી ચૌધરીએ 25 એપ્રિલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય પોલીસ વડા આલોક મોહનને પત્ર લખ્યો હતો. જેમાં તેણે હસન જિલ્લામાં વાયરલ થઈ રહેલા મહિલાઓના વાંધાજનક વીડિયોની તપાસ માટે વિશેષ તપાસની માંગ કરી હતી. પત્રોમાં કહેવામાં આવ્યું હતું કે તે તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ જેમણે આ જઘન્ય અપરાધનો માત્ર વીડિયો જ બનાવ્યો નથી પરંતુ તેને જાહેરમાં સર્ક્યૂલેટ પણ કરી રહ્યા છે.
પ્રજ્વલ રેવન્નાએ નોંધાવી ફરિયાદ
ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, હાસનમાં શુક્રવારે (26 એપ્રિલ) મતદાન પહેલાં, પ્રજ્વલ રેવન્નાએ તેમના ચૂંટણી એજન્ટ પૂર્ણચંદ્ર તેજસ્વી એમજી મારફત ફરિયાદ નોંધાવી છે. આમાં રેવન્નાએ કહ્યું છે કે તેની ઈમેજ ખરાબ કરવા માટે ફેક વીડિયો સર્ક્યૂલેટ કરવામાં આવી રહ્યો છે. પોલીસમાં નોંધાયેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું હતું કે નવીન ગૌડા અને અન્ય લોકોએ નકલી વીડિયો અને ફોટોગ્રાફ્સ તૈયાર કર્યા અને હાસનમાં ચૂંટણી પહેલા મતદારોમાં તેને વહેંચ્યા હતા.
એફઆઈઆર અનુસાર, આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી પ્રજ્વલ રેવન્નાની ઈમેજને કલંકિત કરી શકાય. તેઓ લોકોને રેવન્નાને મત ન આપવાનું કહી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રજ્વલ રેવન્ના પણ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાસન સીટ પર શુક્રવારે મતદાન થયું હતું. આ સીટ પરથી જેડીએસ અને બીજેપી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. તેમણે અહીંથી પ્રજ્વલ રેવન્નાને ટિકિટ આપી છે, જે હસનથી વર્તમાન સાંસદ પણ છે. તેમની સ્પર્ધા કોંગ્રેસના શ્રેયસ પટેલ સાથે હતી.