લખનઉઃ હાથરસમાં બનેલી કમનસીબ ઘટનાનો વિરોધ તીવ્ર બની રહ્યો છે. મુરાદાબાદમાં દિલ્હી-લખનઉ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. સફાઇ કર્મીઓ દ્વારા કચરાના ઢગ ખડકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત હાથરસની બોર્ડર સીલ કરવામાં આવી છે. જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. પાંચ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે.


હાથરસની ઘટના બાદ વિપક્ષ યોગી સામે બાયો ચઢાવી રહ્યુ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં અંતિમ સંસ્કાર કરવાને લઇને બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનુ રાજીનામુ માંગીને આરોપ લગાવ્યો કે રાજ્યની બીજેપી સરકાર માત્ર અન્યાયની બોલબાલા છે.

રિપોર્ટ અનુસાર, પોલીસે હાથરસ મામલાની પીડિતાનો મંગળવારે મોડીરાત્રે અંતિમ સંસ્કાર કરી દીધો. હાથરસ જિલ્લાના ચંદપા સ્ટેશન વિસ્તાર સ્થિત એક ગામમાં 14 સપ્ટેમ્બરે છોકરી સાથે કથિત રીતે સામૂહિક બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.



કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ