Twindemic:કોરોનાની મહામારીમાં આપણે એન્ડેમિક શબ્દ બહુ સાંભળ્યો અને તેનાથી આપણે પરિચિત છીએ હવે ટ્વિન્ડેમિક શબ્દ પ્રચલિત થઇ રહ્યો છે. એન્ડેમિક પછી હવે ટ્વિન્ડેમિકનો ખતરો તોડાય રહ્યો છે. શું છે ટ્વિન્ડેમિક જાણીએ..
એક્સપર્ટના અનુસાર કોવિડની સાથે જ્યારે બીજી બીમારી ફેલાય છે તો તેને ટ્વીન્ડેમિક કહે છે. હાલ કોવિડની મહામારીની સાથે વાયરસ ફિવરના કેસ પણ વધી રહ્યં છે. આમ એક સાથે બે બીમારી ફેલાતા જે સ્થિતિ સર્જાય છે તેને ટ્વિન્ડેમિક કહી શકાય
ટ્વીન્ડેમિક શું છે?
સામાન્ય શબ્દોમાં સમજીઓ તો એક સમયે બે બીમારીનું ફેલાવવાને ટ્વીન્ડેમિક કહે છે. ટ્વીન્ડેમિકનો અર્થ એટલે બે પેન્ડેમિક. એટલે કે બે બીમારીનું એક સાથે ફેલાવવું. હાલ કેટલાક રાજ્યોમાં હજું પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે તો અન્ય રાજ્યોમાં વાયરલ ફ્લુના કેસ વધી રહ્યાં છે. જેથી ટ્વીન્ડેમિકની સ્થિતિ છે તેવું કહી શકાય.ભારતમાં હાલ કોરોનાની સાથે ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના કેસ પણ આવી રહ્યાં છે. મધ્યભારતના રાજ્યોમાં ડેન્ગ્યૂ તો પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં કોરોનાના કેસ આવી રહ્યા છે.
માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાના અનેક દેશોમાં ટ્વીન્ડેમિકનું જોખમ વધી રહ્યું છે. એશિયા, સબ-સહારન આફ્રિકા અને સાઉથ અમેરિકામાં ગત વર્ષના મુકાબલે વાયરલ ફિવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
ટ્વીન્ડેમિકની સ્થિતિ એટલે પણ ચિંતાજનક બંને છે કે. એવું પણ થઇ શકે કે. ડેન્ગ્યુ અને કોરોના બંને એક જ દર્દીને સાથે થાય આ સ્થિતિ વધુ ચિંતાજનક બને છે.
કોરોના ક્યાં વધુ કેસ નોંધાયા
પૂર્વોત્તર રાજ્યોમાં હજું પણ કોરોના સંક્રમણ કાબૂમાં નથી આવ્યું કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મિઝોરમ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં ગત સપ્તાહે દરરોજ સરેરાશ 5000થી વધુ નવા કેસ નોંધાયા.તો ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગણામાં ડેન્ગ્યૂના કેસ ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે. સરકારે આ 11 રાજ્યોને ડેન્ગ્યૂનો સામનો કરવા માટે જરૂરી કદમ ઉઠાવવાની સલાહ આપી છે.