Tulsi Benefits For Health: કોરોના મહામારી શરૂ થયા બાદ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા અંગે સૌથી વધારે વાત થઈ રહી છે. લોકો ઈમ્યુનિટી વધારવા અનેક પ્રકારના ઉપાય કરી રહ્યા છે. શિયાળામાં અનેક પ્રકારની બીમારી પણ થાય છે. તેથી ખુદને હેલ્ધી રાખવા માટે તુલસીની ચાનું સેવન કરી શકો છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાં વર્ષોથી તુલસીને ગુણકારી માનવામાં આવી છે.


ખાલી પેટે તુલસીના ફાયદા


રોજ સવારે ખાલી પેટે તુલસીની ચા પીવાથી અનેક પ્રકારના લાભ થાય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો રોજ સવારે ઉઠીને ખાલી પેટે તુલસીના પાન ચાવીને ખાઈ શકો છો. એક્સપર્ટ્સ અનુસાર,  ખાલી પેટે તુલસીની ચા પીવાથી શરીરને મોટી માત્રામાં એન્ટીઓક્સિડેંટ મળે છે. જે શરીરમાં ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે ને સોજો ઓછો કરે છે.


તુલસીની ચા બનાવવાની રીત


તુલસીની ચા બનાવતી વખતે તેમાં ખાંડ ન નાંખવી. ખાંડથી ચાના ફાયદા ઘટી જાય છે. સૌથી પહેલા દોઢ કપ પાણી લો અને તેમાં 8 થી 10 તુલસીના પાન નાંખો. જે બાદ આદુ અને ઇલાયતચીનો પાવડર નાંખો. 15 મિનિટ ઉકાળ્યા બાદ 5 મિનિટ સુધી એમને એમ રહેવા દો. બાદમાં મધ અને લીંબુનો રસ નાંખીને પીવો.


તુલસીની ચા પીવાના ફાયદા



  • તુલસીની ચા પીવાથી શિયાળામાં થતા કફ, ઉધરસ, અસ્થમા કે જકડાઈ જવાની મુશ્કેલીમાં રાહત મળે છે.

  • તે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનને સંતુલિત કરે છે. જેનાથી તણાવ, ચીડિયાપણુ અને ડિપ્રેશન જેવી પરેશાની દૂર થાય છે.

  • તુલસીની ચા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

  • તેમાં એન્ટી માઈક્રોબેયિલ ગુલ હોય છે. જે દાંતના કિટાણુને દૂર કરી શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે.

  • હાથ અને પગના દર્દને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેંટરી ગુણ હોય છે. જે ઘૂંટણના દર્દને દૂર કરવાં મદદગાર છે.


ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલમાં બતાવવમાં આવેલી વિધિ, રીત તથા દાવાની એબીપી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. તેને માત્ર સૂચનના રૂપમાં લો. કોઈપણ પ્રકારની સારવાર, દવા, ડાયટનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.