નવી દિલ્લી:  પંજાબના અમૃતસરમાં ચાલી રહેલા હાર્ટ ઓફ એશિયા સંમ્મેલનમાં આજે પ્રધાનમંત્રી મોદી તમામ દેશોના રાજકીય લોકોને મળ્યા. પીએમ મોદીએ તેમની સાથે ગૃપ ફોટો પણ પડાવ્યો અને સાથે પ્રવચન પણ કર્યું.  પીએમ મોદીએ કહ્યું અફધાનિસ્તાનમાં શાંતિ માટે આતંકવાદી નેટવર્કને ખત્મ કરવું જરૂરી છે. જેના માટે બધાએ એક સાથે મળી તેનો વિરોધ કરવો પડશે. આ કૉફ્રેંસમાં પાકના વિદેશ સલાહકાર સરતાજ અજીજ પણ આવ્યા હતા. આ પહેલા પીએમ મોદીએ સરતાજ અજીજ સહિત અન્ય દેશના કેટલાક વિદેશ મંત્રીઓ સાથે મૂલાકાત કરી અફધાનિસ્તાનની શાંતિ અને સંમૃધ્ધી માટે આ ક્ષેત્રમાં આતંકવાદથી મુક્ત કરવા પર જોર આપ્યુ હતું.


અફધાનિસ્તાનના પૂન નિર્માણ સુરક્ષા અને સમૃધ્ધી માટે હાર્ટ ઓફ એશિયા સંમ્મેલનમાં ભાગ લેવા માટે 40થી વધુ દેશોના પ્રતિનીધીઓ પંજાબના અમૃતસર ખાતે પહોંચ્યા છે. અજીજ પણ મોડી રાત્રે એક પ્રાઈવેટ પ્લેનથી અહિંયા પહોંચ્યા હતા.