નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના પ્રકોપની સાથે સાથે હવે ગરમીએ પણ કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. ઉત્તર ભારતના કેટલાય ભાગોમાં તાપમાન 45 ડિગ્રીની પાર પહોંચી ગયુ છે. આવામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધુ છે.


હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. લૉકડાઉનમાં વધતા તાપમાનથી લોકોની મુસીબતો બેગણી થઇ ગઇ છે.

દિલ્હીમાં પણ હવામાનનુ ઓરેન્જ એલર્ટ જાહેર થઇ ગયુ છે, હવામાન વિભાગનું અનુમાન છે છે તાપમાન 46 ડિગ્રીની નજીક પહોંચી શકે છે. વધતા તાપમાન અને ગરમ હવાઓ બાદ 29 અને 30 મેએ વરસાદ પડી શકે છે. પાકિસ્તાન અને રાજસ્થાન ફૂંકાનારી ગરમ હવાઓએ દિલ્હીને ગરમ કરી દીધુ છે. લૉકડાઉનમાં લૂએ રસ્તાઓને સૂમસામ કરી દીધા છે.

આગામી બે દિવસો સુધી દિલ્હીમાં ગરમીનો કેર ચાલુ રહેશે, આંકડાઓની વાત કરીએ તો આ શનિવાર સાત વર્ષનો સૌથી ગરમ દિવસ રહ્યો. શનિવારે તાપમાન 46 ડિગ્રી હતુ, આ પહેલા 2013માં 21 મેએ તાપમાન 46 ડિગ્રી પહોંચ્યુ હતુ.