નવી દિલ્હીઃ દિવાળી પહેલા જ પાકિસ્તાને ફરી એકવાર સીમા પર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગના સમાચાર મળી રહ્યાં છે. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ શરૂ કરી દીધુ છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તંગધારમાં ફાયરિંગ નથી થયુ, પરંતુ આ વખતે આ સેક્ટરને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે.


જાણકારી અનુસાર, તંગધારમાં ભારે ગોળીબારી થઇ રહી છે. અહીં લોકો બંકરમાં છુપાવવા માટે મજબૂર થઇ રહ્યાં છે. એ આશંકા દર્શાવાઇ રહી છે કે ફાયરિંગની રેન્જ વધીને તંગધારના મુખ્ય બજાર સુધી પહોંચી શકે છે. એટલા માટે તંગધારમાંથી લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવી રહ્યાં છે.

પુંછમાં પાકે સતત ત્રણ દિવસ સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ
આ પહેલા જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર કારણ વિના સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનદે કહ્યું નિયંત્રણ રેખાની પાસે ત્રણ સેક્ટર શાહપુર, કિરની અને કસ્બામાં પાકિસ્તાને સવારે નવ વાગ્યાની આસપાસ નાના હથિયારોથી ફાયરિંગ કરીનં સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ. આ પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.