દિવાળીના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. આજે ધનતેરસ છે. શાસ્ત્રવિદોના મતે ધનતેરસે કરેલી પૂજા એ સહસ્ત્રગણી ફળદાયી હોય છે. આ દિવસે નવુ ધન, ખાસ તો સોના-ચાંદીની ખરીદીનું ખુબ મહત્વ હોય છે.


અમદાવાદમાં 150 કરોડનું સોના, 17 કરોડની ચાંદીની ખરીદીનો અંદાજ છે. સોનાના ભાવમાં ઘટાડાથી વેચાણ વધી રહ્યું છે. આમ સોનાનો ભાવ ઘટતા ગ્રાહકોને 1800નો ફાયદો થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનું વેચાણ પણ 150 કિલો થવાની શક્યતા છે.

વેપારીઓના અંદાજ કરતા વધારે એટલે 150 કિલો સોનાનું અને 70 કિલો ચાંદીનું એડવાંસ બુકીંગ થયું છે. છેલ્લા 7 દિવસથી બુલિયન માર્કેટમાં રોજના સરેરાશ 300 કિલો સોનાનું વેચાણ થાય છે.

ધનતેરસના પર્વ પર સોનું-ચાંદી અને વાસણ ખરીદવાનું શુભ માનવામાં આવે છે. જણાવીએ કે, આ દિવસે સોનું-ચાંદી પણ વિશેષ મુહૂર્તમાં ખરીદવામાં આવે છે.

3 નવેમ્બરના રોજ ધનતેરસ પર ખરીદી માટે પહેલું મુહૂર્ત સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી છે. જ્યારે બીજુ શુભ મુહૂર્ત બપોરે 1 થી 2:30 સુધી રહેશે.

આ શુભ સમય પર સોનું ખરીદીને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે. એવું પણ કહેવાય છે કે, શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેના કારણે ધનમાં 13 ગણો વધારો થાય છે.

ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્ત- સાંજે 5:28 વાગ્યાથી સાંજે 5:59 વાગ્યા સુધી

પ્રદોષ કાળ મુહૂર્ત- સાંજે 5:28 વાગ્યાથી રાતે 8:07 વાગ્યા સુધી - 13 નવેમ્બર 2020
વૃષભ કાળ મુહૂર્ત- સાંજે 5:32 વાગ્યાથી સાંજે 7:28 વાગ્યા સુધી- 13 નવેમ્બર 2020