અમદાવાદઃ આગામી 4 દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દિલ્હી ઉપરાંત ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝારખંડ નજીકના વિસ્તારો અને પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશામાં લો પ્રેશન બનવાને કારણે આગામી 48 કલાક ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર આગામી 14 અને 15 ઓગસ્ટે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં સાંબેલાધાર વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત કેરળમાં પણ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે. આગામી 3 દિવસ દરમ્યાન માછીમારો ને દરિયો ના ખેડવા સૂચના આપવામા આવી છે.

હવામાન વિભાગ અનુસાર 14 ઓગસ્ટના રોજ પૂર્વ રાજસ્થાન અને મધ્ય-પ્રદેશમાં ભારે વરસાદ થઈ કે છે, ઉપરાંત ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ એરિયા, તેલંગણા અને કોંકણ એન્ડ ગોવામાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ એન્ડ દિલ્હી, પૂર્વ ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, આંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ, કોસ્ટલ એન્ડ દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.

15 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત ઉત્તરાખંડ અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ એન્ડ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, ગુજરાતમાં વરસાદની સંભાવના છે.