સાયન, કુર્લા વિસ્તારમાં ભરાયા પાણી
રિપોર્ટ્સ અનુસાર, હિંદમાતા, સાયન, કુર્લા જેવા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સવારથી જ પાણી ભરાવાને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઉપરાંત પરેલ, કિંગ્સ સર્કલ અને દાદરના કેટલાક ભાગમાં પણ પાણી ભરાયા હતા.
સોશિયલ મીડિયા પર પણ મુંબઈ વરસાદ વિશે વાતો થઈ રહી છે અને તસવીરો અને વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે પણ મુંબઈના કેટલાક વિસ્તારમાં વરસાડ પડવાની શક્યતા છે.
બીજી બાજુ શહેરમાં ભારે વરસાદની આગાહી બાદ મુંબઈ પોલીસે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંથી એક મુંબઈમાં પહેલાથી જ પોલીસે ઘરની બહાર નીકળવા માટે કેટલાક દિશાનિર્દેશ બહાર પાડ્યા છે.
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપતા કહ્યું કે, શહેરની જૂની ઇમારતોને આ વરસાદને કારણે જોખમ હોઈ શકે છે. હવામાન વિભાગે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપતા કહ્યું કે, આગામી એક બે દિવસ વરસાદને કારણે ટ્રાફિક પર પણ અસર પડી શકે છે.