દેશમાં 2 જુલાઈ સુધી 92,97,749 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 2,41,576 ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યા.
વિશ્વમાં ચોથો સૌથી પ્રભાવિત દેશ
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત દેશમાં ચોથા સ્થાન પર ભારત છે. અમેરિકા 28,33,698 કેસ સાથે પ્રથમ, બ્રાઝીલ 15,01,353 કેસ સાથે બીજા અને રશિયા 6,61,165 કેસ સાથે ત્રીજા ક્રમે છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાઈ રહ્યા છે.
એક્ટવિ કેસના મામલે ટોપ-5 રાજ્ય
આંકડા અનુસાર દેશમાં હાલમાં 2,27,000 કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 77 હજારથી વધારે એક્ટિવ કેસ છે. ત્યાર બાદ બીજા નંબર પર દિલ્હી, ત્રીજા નંબર પર તમિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભાર ચોથા નંબર પર છે. એટલે કે ભારત એવો ચોથો દેસ છે, જ્યાં હાલમાં સૌથી વધારે સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.