Cyclonic Storm Fengal: બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન ફેંગલ શનિવારે બપોર સુધીમાં પુડુચેરી અને તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ ચક્રવાતને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેની અસરને કારણે ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે. પ્રશાસને તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને માછીમારોને દરિયામાં જવાની ચેતવણી આપવામાં આવી છે.
'ફેંગલ' નામ અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે 'ઉદાસીન'. આ નામને સાઉદી અરેબિયા દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું અને વિશ્વ હવામાન સંસ્થા (WMO) દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.
આ ચક્રવાતને કારણે પવનની ઝડપ 60-70 કિમી/કલાકથી 90 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે.
તામિલનાડુ અને પુડુચેરીમાં અસર
પુડુચેરી અને ચેન્નાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે.
દરિયામાં ઊંચા મોજાઃ પુડુચેરી અને ચેન્નાઈના દરિયાકિનારા પર ઊંચા મોજાઓ ઉછળી રહ્યાં છે.
જળબંબાકારઃ ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
ફ્લાઈટ્સમાં ફેરફારઃ ચેન્નાઈ એરપોર્ટ પરથી ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે અથવા તેમના રૂટ બદલવામાં આવ્યા છે.
વહીવટી તૈયારી
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શુક્રવારે સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહેવા અને રાહત કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી.
તૈનાત ટીમો
NDRF અને SDRFની ટીમોને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોકલવામાં આવી છે. રાહત કામગીરી માટે તિરુવરુર, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, કુડ્ડલોર જેવા જિલ્લાઓમાં વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.
રાહત કેન્દ્ર
અત્યાર સુધીમાં 164 પરિવારોના 471 લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તેઓને તિરુવરુર અને નાગાપટ્ટિનમ જિલ્લામાં સ્થાપિત રાહત કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે.
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી