Rain Forecast:


દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ (heavy rain) ચાલુ છે. હવામાન વિભાગે  (Meteorological Department)આજે ઘણા રાજ્યોના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની (heavy rain) આગાહી (forecast)કરી છે. જ્યારે ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કર્યું છે, ત્યારે રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને છત્તીસગઢ જેવા રાજ્યો માટે વરસાદ માટે ઓરેંજ આપવામાં આવ્યું છે. તેમજ આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં જુદા જુદા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.


આ રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ


હવામાન વિભાગની આગાહી મુજબ ખાડી તેમજ બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ તટ પર દબાણનું ક્ષેત્ર બનેલું છે. મોનસૂન ટ્રફ લાઇન તેમની અવસ્થામાં છે.. તેના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે દેશના અલગ અલગ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ અતિ ભારે વરસાદની આશંકા છે. જો મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મથવાડામાં ભારે વરસાદ થઈ શકે છે.


મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ઓરેંજ એલર્ટ


હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સાથે કોંકણ અને ગોવા તેમજ ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી છે.


આ રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ


 હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પૂર્વી રાજસ્થાનમાં આજે અને આવતીકાલે વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં 30 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. તેમજ આજથી બે દિવસ પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.


સક્રિય ચોમાસાને કારણે રાજસ્થાનમાં વરસાદી માહોલ જામ્યો  છે. છેલ્લા 24 કલાકમાં બાંસવાડા, બુંદી અને ભરતપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ થયો હતો. હવામાન કેન્દ્ર, જયપુરના જણાવ્યા અનુસાર, ચોમાસું આગામી સપ્તાહ સુધી સક્રિય રહેવાની સંભાવના છે અને મોટા ભાગના સ્થળોએ વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, કોટા અને ઉદયપુર ડિવિઝનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને એક-બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. ભરતપુર, જયપુર, અજમેર, બિકાનેર અને જોધપુર વિભાગના કેટલાક ભાગોમાં મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.