શનિવારે અને રવિવારે પૂર્વ રાજસ્થાન, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં સારો વરસાદ નોંદાયો હતો. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સતત વરસાદના કારણે 14 જળાશયોમાં પાણી ભરાઈ ગયા છે. નાસિકમાં 24 કલાકમાં 17 સેમી કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગોદાવરી નદી કિનારે 250 પરિવારોને સુરક્ષીત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.