દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની લહેર સાથે આકરો તાપ યથાવત છે. ઘણા રાજ્યોમાં વરસાદ બાદ લોકોને આકરી ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ (IMD) એ ઘણા સ્થળોએ તીવ્ર ગરમીના મોજા અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે. હવામાન વિભાગ દ્વારા નવુ અપડેટ આપવામા આવ્યું છે. 


હવામાન વિભાગે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં 5 અને 6 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે. 5 મેના રોજ અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.






હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને કર્ણાટકના ઘણા ભાગોમાં લોકોને હજુ પણ રાહત મળવાની નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે પણ આ સ્થળોએ હીટ વેવની સંભાવના છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને આંતરિક ભાગોમાં 5 મેના રોજ કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. 


બીજી તરફ બેંગલુરુમાં વરસાદ બાદ લોકોને આકરી ગરમીથી રાહત મળી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે બેંગ્લુરુ શહેરમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય હવામાન વિભાગે કહ્યું,  કે તમિલનાડુ, ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ રાયલસીમાને લગતા દક્ષિણ આંતરિક કર્ણાટકના ઘણા ભાગોમાં આંધી અને તોફાન સાથે વરસાદની સંભાવના છે. 


પહાડોમાં હિમવર્ષા 


છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત આ રાજ્યોના ઉચ્ચ વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર બની ગયું છે.  ઉનાળામાં રજાઓ માણવા લોકો પહાડો તરફ જઈ રહ્યા છે. આ સિવાય મેદાની વિસ્તારોમાં હિમવર્ષાની અસર જોવા મળી રહી છે. જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી હવાના કારણે ગરમીથી થોડી રાહત મળી રહી છે.