મુંબઈમાં પહેલા જ વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે બીજુબાજુ પાણી ભરાતાં લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. સવારે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થતાં ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. જોકે હાલ મુંબઈ એરપોર્ટ પર તમામ ઓપરેશન સામાન્ય ચાલી રહ્યા છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એરપોર્ટની પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મહારાષ્ટ્રના તટીય વિસ્તારો મુંબઈ, ઠાણે, રત્નાગીરિ અને આસપાસના વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માટે બીએમસીએ દરેક ઝોન માટે ટ્વીટર હેન્ડલ બનાવ્યા છે. જેમાં લોકો પોતાના વોર્ડને લગતી સમસ્યાઓ જણાવી શકે છે.
મુંબઈમાં વરસાદ શરૂ થતાં જ મુંબઈવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતાં અને ટ્વીટર પર મુંબઈ રેન ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.