હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામા બુધવારે ભારે બરફવર્ષા થઈ હતી. શિમલા અને તેની આસાપાસના વિસ્તારોમાં આખી રાત ભારે બરફવર્ષા થઈ હતી.
શિમલામાં શૂન્યથ 0.5 ડિગ્રી સેલ્સિયસ નીચે તાપમાન નોંધાયું છે, જ્યારે 20 સેન્ટીમીટરથી વધારે બરફવર્ષા થઈ હતી. જ્યારે કુફરી અને મશોબરામાં 40 સેન્ટીમીટર કરતા વધારે બરફવર્ષા થઈ હતી.
મનાલીમાં તાપમાન શૂન્યથી 2.2 ડિગ્રી સેલ્સિયલ નીચે નોંધાયું હતુ, જ્યારે 22 સેન્ટિમીટર બરફવર્ષા થઈ હતી. હવામાન વિભાગે ગુરૂવારે સુધી રાજ્યમાં ભારે બરફવર્ષા અને વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.