શ્રીનગર: સોમવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કેસ્પિયન સમુદ્રમાં ઊઠતાં પવનને લીધે હિમવર્ષા થઈ રહી છે. આ પવનને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ કહેવામાં આવે છે. હાલ આ હવામાન સિસ્ટમ પર્વતો નજીક છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મંગળવાર સાંજ સુધી હિમવર્ષા થઈ શકે છે. ત્યાર બાદ હવામાન સિસ્ટમ પૂર્વ તરફ વધશે જેનાથી 15 જાન્યુઆરીએ હવામાન સાફ થવા લાગશે.
જોકે ઉત્તર હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ પણ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 જાન્યુઆરીથી સક્રિય થશે. તેનાથી પર્વતો પર હિમવર્ષા થઈ શકે છે. એવામાં પર્યટકોએ એક અઠવાડિયા સુધી પર્વતોના પ્રવાસને પડતો મૂકવો જોઈએ. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાનમાં પણ છે. તેનાથી અફઘાન, પાકિસ્તાન અને કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે.
સોમવારે હિમાચલના લાહોલ સ્ફીતિ, કિન્નૌર, કુલ્લુ, ચંબા અને મનાલી જિલ્લામાં હિમવર્ષા થઈ શકે છે. લાહોલ સ્ફીતિના કેલાંગમાં સૌથી વધુ 18 ઈંચ હિમવર્ષા થઈ હતી. અહીં તાપમાન -6 ડિગ્રી નોંધાયું અને રાજ્યનું સૌથી ઠંડુ સ્થાન રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં 27 સેમી હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. શ્રીનગર-લેહ નેશનલ હાઈવે, મુઘલ રોડ 34 દિવસથી બંધ છે. આ રોડ એપ્રિલ-મેમાં ખૂલી શકશે.
શ્રીનગરથી બીજા દિવસે ફ્લાઈટો રદ કરવી પડી હતી. કાશ્મીરની ક્લસ્ટર યુનિવર્સિટીએ સ્થિતિ સુધરવા સુધી પરીક્ષાઓ સ્થગિત કરી હતી. લદ્દાખના દ્રાસમાં ક્ષેત્રનું સૌથી ઓછું તાપમાન માઈનસ 10.5 ડિગ્રી રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેમ થઈ હિમવર્ષા? જાણો કારણ
abpasmita.in
Updated at:
14 Jan 2020 09:01 AM (IST)
સોમવારે હિમાચલના લાહોલ સ્ફીતિ, કિન્નૌર, કુલ્લુ, ચંબા અને મનાલી જિલ્લામાં હિમવર્ષા થઈ શકે છે. લાહોલ સ્ફીતિના કેલાંગમાં સૌથી વધુ 18 ઈંચ હિમવર્ષા થઈ હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -