Heeraben Modi Struggle Story : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી હવે રહ્યાં નથી. 30, ડિસેમ્બર 2022ના રોજ વહેલી સવારે 100 વર્ષની વયે હિરાબાનું અવસાન થયું હતું. અમદાવાદમાં સવારે 9:40 વાગ્યે નરેન્દ્ર મોદી અને તેમના ભાઈઓએ તેમની માતાને અગ્નિદાહ આપ્યો હતો. તેમની માતાને ગુજરાતમાં પ્રેમથી 'હીરાબા' કહેવામાં આવતું હતું, જ્યારે પીએમ મોદી પોતે તેમની માતા (નરેન્દ્ર મોદી) માટે ઘણી સંજ્ઞાઓ આપતા હતા.


પીએમ મોદી પોતાની માતા 'હીરાબા'ને કેટલો પ્રેમ કરતા હતાં અને તેમને પોતાના જીવનમાં કેટલું મહત્ત્વનું માનતા હતા તે કોઈનાથી અજાણ્યું નથી. નાની ઉંમરે ઘર છોડીને ચાલ્યા ગયા છતાં પણ તેઓ માતાના સ્નેહ અને પ્રેમથી ક્યારે દૂર રહ્યા જ નહીં. આજ સુધી એવો કોઈ ખાસ પ્રસંગ નથી રહ્યો જ્યારે મોદીએ માતાના આશીર્વાદ ના લીધા હોય. હવે તેમની માતા તો રહ્યાં નથી પરંતુ દરેક તેમના કિસ્સાઓ હંમેશા સાંભળતા રહેશે. 


પીએમ મોદી પોતે જુદા જુદા પ્રસંગોએ તેમની માતા વિશે ઘણી વાતો કહી ચુક્યા છે. તો તેમના ભાઈઓએ પણ કેટલીક વાતો સંભળાવી છે. કંઈક આવીજ કેહેવાયેલી-સંભળાયેલી કેટલીક વાતો.


પીએમ મોદીએ બ્લોગમાં માતાની યાદોનો કર્યો ઉલ્લેખ


18 જૂન, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતાના નામે તેમના બ્લોગમાં લખ્યું - મારી માતાને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા રહી, પરંતુ તે અંધશ્રદ્ધાથી દૂર રહ્યાં અને અમને પણ તે જ ગુણો શીખવ્યા. જ્યારે અમારા પિતા સવારે 4 વાગે કામ પર જતા હતા ત્યારે માતા સવારમાં જ ઘણા કામ આટોપી લેતી. અનાજ દળવાથી માંડીને ચોખા અને કઠોળની સાફ સફાઈ સુધીના કામ જાતે જ કરવા પડતા. માતા જોડે કોઈ સહારો નહોતો. આ બધું તે એકલી જ કરતી હતી.


'તે છત પરથી ટપકતા પાણીનો પણ ઉપયોગ કરતી હતી'


પીએમ મોદીએ માતા વિશે કહ્યું હતું - જ્યારે અમારા પિતા નહોતા ત્યારે અમારી અને માતાની મુશ્કેલીઓ ખુબ જ વધી ગઈ હતી. અમારી આર્થિક સ્થિતિ ખરાબ હતી. ઘરનો ખર્ચ ચલાવવા માટે માતા કેટલાક ઘરોમાં વાસણો ધોતી. વધારાની કમાણી કરવા માટે તે ચરખો કાંતતી અને સૂતર કાંતતી હતી. પરંતુ તેણે ક્યારેય કોઈની પાસેથી ઉધાર માંગ્યુ નહીં. અમારું ઘર કાચુ હતું. ચોમાસું અમારા માટીના ઘર માટે મુશ્કેલી બનીને આવતું. વરસાદની મોસમમાં અમારા ઘરની છત લીક થઈ જતી અને ઘરમાં પાણી ભરાઈ જતું. માતા વરસાદનું પાણી એકઠું કરવા માટે લીકેજની નીચે વાસણો મુકતી હતી. તમે વિચારો.. તે છત પરથી ટપકતા પાણીનો પણ ઉપયોગ કરતી હતી. જળ સંરક્ષણનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે!


હંમેશા પોતાની સાડીમાં એક રૂમાલ રાખતા 


પીએમ નરેન્દ્ર મોદીએ તેમની માતાના રૂમાલ વિશે પણ વાત કરી હતી. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું- જ્યારે પણ હું તેમને મળવા ગાંધીનગર જતો ત્યારે તે મને પોતાના હાથે મીઠાઈ ખવડાવતા અને એક નાના બાળકની દુલારી માતાની જેમ તે રૂમાલ કાઢીને મારો ચહેરો લૂછી નાખતી. તે સાડીમાં હંમેશા રૂમાલ અથવા નાનો ટુવાલ રાખતા જેથી તે પોતાના બાળકોનું મોં લૂછી શકે. તે પલંગ પર ધૂળનું એક કણ પણ ચલાવી લેતા નહોતા. 


'Namoનો એક જ ડ્રેસ હતો, જ્યારે ફાટી જાય ત્યારે મા સીવતી'


નરેન્દ્ર મોદીના ભાઈ અને હીરાબેનના પુત્ર પ્રહલાદભાઈએ તેમની માતા વિશે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'અમારી માતાના લગ્ન 15-16 વર્ષની ઉંમરે થયા હતા. લગ્ન બાદ તે વડનગર રહેવા લાગી હતી. આર્થિક સંકડામણ અને કૌટુંબિક કારણોસર તે ભણી શકી ન હતી, પરંતુ તે ઈચ્છતી હતી કે તેના તમામ બાળકો અભ્યાસ કરે. નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની સરકારી શાળામાં સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેમની પાસે પહેરવા માટે એક જ ડ્રેસ હતો. જ્યારે તે ડ્રેસ ફાટી જાય ત્યારે માતા તેને બીજા રંગના કપડાનું અસ્તર લગાવીને સીવતા હતા. ફી માટે તેણે કોઈની પાસેથી ક્યારેય પૈસા માંગ્યા નહોતા. દર વખતે તે શાળાની ફી ભરવા માટે થોડું વધારે કામ કરતી. અમે આ રીતે અભ્યાસ કર્યો.