Hemant Soren News: ઝારખંડના સીએમ હેમંત સોરેનની પૂછપરછને ધ્યાનમાં રાખીને રાંચીમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. EDની ટીમ તેમની પૂછપરછ કરવા માટે CM સોરેનના આવાસ પર હાજર છે.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે રાંચીમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આવાસ અને રાજભવનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આખા શહેરમાં 2000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.


અગાઉ મંગળવારે આ કેસમાં નાટકીય વળાંક જોવા મળ્યો જ્યારે હેમંત સોરેન અચાનક ગાયબ થઇ ગયા હતા.  આ પછી તેમની શોધ ફરી શરૂ થઈ. પરંતુ સાંજ સુધીમાં તેઓ રાંચીમાં પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા. ભાજપના એક નેતાએ ગુમ થવાનું પોસ્ટર પણ લગાવ્યું હતું.


ઝારખંડના મુખ્યમંત્રી પદને લઈને હેમંત સોરેનના પરિવારમાં ચાલી રહેલા ઝઘડા બાદ એક નવું નામ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી ચંપાઈ સોરેનનું નામ સામે આવ્યું છે. ચંપાઈ હાલમાં હેમંત સોરેનની સરકારમાં મંત્રી છે. તેઓ સરાયકેલા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે.


ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની EDની તપાસ પર કોંગ્રેસ નેતા અજોય કુમારે કહ્યું કે ED-CBI એ જ કર છે. જે   ભાજપ જે ઈચ્છે છે,  કોઈપણ રાજ્યના સીએમને આ રીતે હેરાન કરવામાં આવે અને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે.શું આ 9 વર્ષમાં ભાજપના કોઈ મંત્રી પર દરોડા પડ્યા છે? ચૂંટણી આવી રહી છે, તેથી તેઓ બધાને તોડવા માગે છે.