નવી દિલ્હીઃ પાકિસ્તાની આતંકી સગઠન ફરી એકવાર ભારતમાં આતંકી હુમલો કરવાની ફિકાકમાં છે. સુત્રો અનુસાર, સેનાની ગુપ્ત વિંગે એલર્ટ આપ્યુ છે, તે પ્રમાણે આતંકવાદીઓ પઠાણકોટ, અમૃતસર, શ્રીનગર અને અન્ય મેટ્રૉ સિટીમાં હુમલાને અંજામ આપી શકે છે.


ઇનપુટ અનુસાર આ જગ્યાઓ પર અલગ અલગ જુથોમાં આતંકીઓ પહોંચ્યા છે, અને 5 થી 10 આતંકીઓ હોવાનો શક છે.

એલર્ટ પ્રમાણે, આતંકીઓ મજૂરના વેશમાં હોઇ શકે છે, સાથે મિલિટ્રી એન્જિનીયરિંગ સર્વિસના કેટલાક લોકો પર પણ શક છે. આ લોકો આતંકીઓ સાથે મળેલા હોઇ શકે છે. નિશાના પર એરબેઝ અને સુરક્ષાદળોના પણ કેટલાક મુખ્યાલયો છે.



ન્યૂઝ એજન્સી એએઆઇ અનુસાર, આતંકી હુમલાઓના ખતરાને જોતા શ્રીનગર, અવંતીપોરા, જમ્મુ, પઠાણકોટ, હિન્ડન સહિતના બધા મુખ્ય એરબેઝો પર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. આખા હુમલાનુ કાવતરુ જૈશ એ મોહમ્મદે રચ્યુ છે.