પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી ચીફ શરદ પવારે બીજેપી પર સીધુ નિશાન તાકતા કહ્યું કે, કેસ નોંધી લેવામાં આવ્યો છે, જો મને મારે જેલ જવુ પડશે તો મને કોઇ વાંધો નથી, મેં હજુ સુધી જેલનો અનુભવ નથી કર્યો. મને આનંદ થશે કે જો કોઇએ મારા માટે જેલમાં મોકલવાની યોજના બનાવી છે, હું તેનુ સ્વાગત કરુ છું.
નોંધનીય છે કે, એનસીપી ચીફ શરદ પવાર પર ઇડીએ મહારાષ્ટ્રની સહકારી બેન્ક ગોટાળા મામલે કેસ નોંધ્યો છે, તેમની સાથે તેમના ભત્રીજા અજીત પવાર પણ કેસ નોંધાયો છે. આ બન્ને પર મની લૉન્ડ્રિંગનો કેસ કરવામાં આવ્યો છે.