નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.રાજકીય પક્ષો પણ રેલીઓ યોજીને ચૂંટણી વચનો આપવા લાગ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ હિમાચલના લોકોને 5 આકર્ષક વચનો આપ્યા હતા તેથી હવે કોંગ્રેસ એક પગલું આગળ વધીને 10 વચનોની જાહેરાત કરી છે.






કોંગ્રેસના ચૂંટણી વચનો રોજગારથી લઈને મફત વીજળી સુધીના છે. પાર્ટીએ સ્ટાર્ટ અપ માટે ફંડ આપવાથી લઈને અંગ્રેજી માધ્યમની શાળા ખોલવાની જાહેરાત કરી છે.


કોંગ્રેસે 10 વચનો આપ્યા


 



  1. જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવશે.


 



  1. મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળશે.


 



  1. મોંઘવારી ઘટાડવા માટે 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.


 



  1. યુવાનોને 5 લાખ નોકરી અપાશે.


 



  1. બાગાયતકારોને ફળોના ભાવ નક્કી કરવાની સુવિધા.


 



  1. યુવાનોને 680 કરોડ રૂપિયાનું સ્ટાર્ટ-અપ ફંડ મળશે.


 



  1. મોબાઈલ ક્લિનિક દ્વારા દરેક ગામમાં મફત સારવાર આપવામાં આવશે.


 



  1. દરેક વિધાનસભામાં 4 અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે.


 



  1. ગાય-ભેંસના પાલકો પાસેથી દરરોજ 10 લિટર દૂધ ખરીદવામાં આવશે.


 



  1. બે રૂપિયા પ્રતિ કિલોના ભાવે છાણ ખરીદવામાં આવશે.


 


 


AAPએ પણ વચનો આપ્યા હતા


તાજેતરમાં જ 25 ઓગસ્ટે દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા પણ હિમાચલ પ્રદેશના ઉના પહોંચ્યા હતા. અહીં તેમણે અરવિંદ કેજરીવાલની મફત સારવારની બીજી ગેરંટી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે દિલ્હી અને પંજાબની જેમ દરેક ગામ અને વોર્ડમાં મફત સારવાર, મફત દવાઓ, મફત ટેસ્ટ, મફત ઓપરેશન, મોહલ્લા ક્લિનિક તેમજ ફરિશ્તે યોજના લાગુ કરવાની ખાતરી આપી છે.


સિસોદિયાએ 5 સ્વાસ્થ્ય ગેરંટીની જાહેરાત કરી


 



  1. દિલ્હી અને પંજાબની જેમ હિમાચલના લોકોને મફતમાં સારવાર મળશે


 



  1. દિલ્હી અને પંજાબની જેમ હિમાચલના લોકોને મફત દવાઓ, મફત ટેસ્ટ અને ઓપરેશનની સુવિધા


 



  1. હિમાચલના દરેક ગામ અને વોર્ડમાં મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે


 



  1. હિમાચલની તમામ સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરવામાં આવશે


 



  1. દિલ્હીની જેમ હિમાચલમાં પણ ફરિશ્તે સ્કીમ લાગૂ કરવામાં આવશે