Himachal Pradesh Assembly Election 2022: ભાજપ દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઈ 62 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. સીએમ જયરામ ઠાકુર સેરાજથી, અનિલ શર્મા મંડીથી અને સતપાલ સિંહ સત્તા ઉનાથી ચૂંટણી લડશે.


હિમાચલ પ્રદેશમાં  12મી નવેમ્બેર વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થશે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે.  25 ઓક્ટોબર સુધી નામ પરત ખેંચી શકાશે. 27 સુધી નામાંકનની ચકાસણી કરવાની રહેશે. 29 ઓક્ટોબરે નામ પરત ખેંચી શકાશે. 12મી નવેમ્બરે મતદાન થશે, 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.






કોંગ્રેસે મંગળવારે 46 ઉમેદવારો કર્યા જાહેર


કોંગ્રેસે મંગળવારે (18 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 46 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. શિમલા ગ્રામીણથી વિક્રમાદિત્ય સિંહ, નાદૌનથી સુખવિંદર સિંહ સુખુ, હરોલીથી મુકેશ અગ્નિહોત્રી, ઠીયોગથી કુલદીપ સિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે.


હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે અને તમામ સીટો પર 12 નવેમ્બરે એકસાથે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. પાર્ટીએ ધર્મશાલાથી સુધીર શર્માને મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે, સુંદર ઠાકુરને કુલ્લુથી ટિકિટ મળી છે. ચંપા ઠાકુરને મંડીથી ટિકિટ આપવામાં આવી છે. મુકેશ અગ્નિહોત્રીને હરોલીથી, આશા કુમારીને ડેલહાઉસીથી અને સુખવિંદર સુખુને નાદૌનથી ચૂંટણી લડવા માટે ટિકિટ મળી છે.


હિમાચલમાં કોંગ્રેસની પ્રથમ યાદીમાં હાલના 20 ધારાસભ્યોમાંથી 19ને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં કિન્નોરના ધારાસભ્ય જગત નેગીનું નામ નથી, સાત પૂર્વ મંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે.