કેસની યોગ્ય તપાસ થાય - રાજીવ બિંદલ
રાજીવ બિંદલે કહ્યું કે, તેઓ એટલા માટે રાજીનામું આપી રહ્યા છે કારણ કે તે સુનિશ્ચિત કરવા માગે છે કે કથિત ભ્રષ્ટાચારના કેસની યોગ્ય તપાસ થાય. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કુલદીપ સિંહ રાઠોર અને ધારાસભ્ય દળના નેતા મુકેશ અગ્નિહોત્રીએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, કોરોના વાયરસ મહામારીની વચ્ચે ભાજપ હિમાચલ પ્રદેશમાં સ્વાસ્થ્ય વિભાગમાં થયેલ ભ્રષ્ટાચારના પાપથી છૂટકારો નહીં મેળવી શકે.
43 સેકન્ડનો એક ઓડિયો થયો હતો વાયરલ
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ આ સમગ્ર કેસમાં પોતાની નૈતિક જવાબદારીથી બચી નહીં શકે કારણ કે તેની પાસે સ્વાસ્થ્ય વિભાગનો પણ વધારોનો ચાર્જ હતો. વિજિલન્સ વિભાગે સ્વાસ્થ્ય સેવના ડાયરેક્ટર અજય કુમાર ગુપ્તાની 20 મેના રોજ ધરપકડ કરી હતી.
આ ધરપકડ ત્યારે થઈ હતી જ્યારે તેમનો 43 સેકન્ડનો એક ઓડિયો વાયરલ થયો. જેમાં તે કોઈ વ્યક્તિને કથિત રીતે પાંચ લાખ રૂપિયાની લાંચ માટે કરી રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસે હાઈ કોર્ટના હાલના સિટિંગ જજ પાસે કેસની તપાસ કરાવવાની માગ કરી કારણ કે વિજિલન્સ દ્વારા કરવામાં આવતી તપાસ પર તેમને ભરોસો નથી.
વિજિલન્સની અત્યાર સુધીની તપાસમાં સરકાર અને ભાજપના કોઇ નેતાનું નામ પ્રત્યક્ષ રીતે જોડાયું નથી પણ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ડૉ. બિંદલ સહિત ભાજપના કેટલાક નેતાઓનાં નામ ઉછળી રહ્યાં હતાં. વિપક્ષ પણ તેમના પર સતત પસ્તાળ પાડી રહ્યો હતો. ડૉ. ગુપ્તાની ધરપકડના અઠવાડિયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને પાઠવેલા રાજીનામામાં ડૉ. બિંદલે કહ્યું છે કે તેઓ નૈતિકતાના ધોરણે પદ છોડી રહ્યા છે, જેથી કોઇ દબાણ વિના કૌભાંડની તપાસ થઇ શકે.
હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, રાજીનામા અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી. વારંવાર આક્ષેપો કરાય તેના કરતા સારું છે કે તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દીધું. આ કૌભાંડમાં જે કોઇ દોષિત જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે.