Bangladesh Violence: બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણીને લઈને હોબાળો મચી ગયો છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. વિરોધીઓ હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. રવિવારે થયેલી ભીષણ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત 100 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. કટ્ટરપંથીઓએ હિંદુઓ અને મંદિરો પર હુમલા કર્યા. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઈસ્કોન અને કાલી મંદિરો સહિત હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હંગામો જોઈને શ્રદ્ધાળુઓએ આશ્રય લેવાની ફરજ પડી હતી. હિંસામાં એક હિન્દુનું પણ મોત થયું છે. આવી સ્થિતિમાં ભારત સરકારે એક એડવાઈઝરી બહાર પાડી છે. ભારતે લોકોને મુસાફરી ટાળવા કહ્યું. હાલમાં બાંગ્લાદેશમાં ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક બંધ છે, સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ છે.


 બાંગ્લાદેશ સળગી રહ્યું છે


તાજેતરમાં, બાંગ્લાદેશમાં અનામતને લઈને ઘણો હોબાળો થયો હતો, જેનો ત્યાંની સુપ્રીમ કોર્ટે અંત કર્યો હતો. સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે થયેલા હોબાળાને લઈને હવે વિરોધીઓ સરકાર પાસે રાજીનામાની માંગ કરી રહ્યા છે. રવિવારે,  સ્ટૂડન્ટસ અગેસ્ટ ડિસ્ક્રિમિનેશનના બેનર હેઠળ અસહકાર કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.


પ્રોથોમ આલો અખબાર અનુસાર, અસહકાર આંદોલનને લઈને દેશભરમાં અથડામણ, ગોળીબાર અને જવાબી હુમલાઓમાં ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યા. જેમાં 14 પોલીસ જવાનો શહીદ થયાના સમાચાર છે. હંગામાને જોતા રવિવારે સાંજથી દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આર્મી ચીફે કહ્યું કે હવે આર્મી તરફથી કોઈ ગોળીબાર નહીં થાય. તેમણે એમ પણ કહ્યું કે જો સત્તા પરિવર્તન બિન-લોકતાંત્રિક રીતે થશે તો બાંગ્લાદેશ કેન્યા જેવું બની જશે.


વડાપ્રધાન શેખ હસીનાનું નિવેદન આવ્યું, કહ્યું આ વિદ્યાર્થી નથી...


આ સાથે જ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં વિરોધના નામે તોડફોડ કરવામાં આવી રહી છે. આવું કરનારા લોકો વિદ્યાર્થીઓ નથી, પરંતુ આતંકવાદીઓ છે. તેમણે લોકોને આવા લોકો સાથે કડકાઈથી વ્યવહાર કરવા જણાવ્યું હતું. સરકારે સોમવાર, મંગળવાર અને બુધવારે ત્રણ દિવસની રજા પણ જાહેર કરી છે.