Kamalnath On Hindu Rashtra: બાગેશ્વર ધામ વાળા આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથની વચ્ચેની કેમેસ્ટ્રી આ બધાની વચ્ચેની કેમેસ્ટ્રી અત્યારે ખુબ ચર્ચામાં છે. કમલનાથ અનેક પ્રસંગે બાગેશ્વર ધામમાં જોવા મળ્યા છે. આ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રી કમલનાથના ગઢ છિંદવાડામાં હતા, તો વળી તેઓ કેમ ના ત્યાં જાય. સોમવારે (07 ઓગસ્ટ) જ્યારે કમલનાથ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની ત્રણ દિવસીય હનુમાન કથાના સમાપન પર છિંદવાડા પહોંચ્યા, ત્યારે તેમને પોતાને તેમના સૌથી મોટા ભક્ત ગણાવી દીધા. આ દરમિયાન પત્રકારોએ જ્યારે કમલનાથને હિન્દુ રાષ્ટ્ર વિશે સવાલો પૂછ્યા તો તેમને આ સવાલનો પણ ચોંકાવનારો જવાબ આપ્યો.


કમલનાથ બોલ્યા- જો 82 ટકા વસ્તી હિન્દુ છે.... 
પૂર્વ સીએમ કમલનાથ હનુમાન કથાના સમાપન સમયે મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જ્યારે કમલનાથને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ વિશે પૂછવામાં આવ્યું તો કોંગ્રેસ નેતાએ કહ્યું, દરેકનો પોતાનો અભિપ્રાય છે. જો આજે દેશની 82 ટકા વસ્તી હિન્દુ છે, તો તે કયું રાષ્ટ્ર છે ? જોકે, તેમને પોતાને ધર્મનિરપેક્ષ ગણાવ્યા અને કહ્યું કે તે બંધારણમાં જે છે તેમાં વિશ્વાસ રાખે છે.


કમલનાથે બતાવ્યો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેનો સંબંધ  - 
આ પહેલા કથાના સમાપનમાં કમલનાથે ધીરેન્દ્ર શાસ્ત્રીના ખુબ વખાણ કર્યા હતા. તેમને ખુદને તેમના હનુમાન સુધી ગણાવી દીધા. કમલનાથે કહ્યું, મહારાજ જી, તમે એવું ના વિચારો કે તમે મારાથી આસાનીથી છૂટકારો મેળવી શકશો. સંબંધો તો કેટલાય પ્રકારના હોય છે, પરંતુ મારા અને મહારાજજી વચ્ચેનો સંબંધ હનુમાનજી જેવો છે. અહીં દરેક વ્યક્તિ સાક્ષી છે. મારા તરફ કોઈ આંગળી ચીંધી શકે નહીં. મહારાજજી, તમે કેટલીય જગ્યાએ જશો પણ તમને છિંદવાડા જેવી જગ્યા નહીં મળે."


ગર્વથી કહું છું હું હિન્દુ છું - કમલનાથ 
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું, "હું એક હિન્દુ છું અને ગર્વથી કહું છું કે હું હિન્દુ છું. મને ખુશી છે કે છિંદવાડાના લોકોને (તમારી મુલાકાતનું) આ સૌભાગ્ય મળ્યું છે, પરંતુ અંતે હું એ પણ કહેવા માંગુ છું કે તમે અમને ભૂખ્યા છોડી રહ્યા છે. અમે ભરેલા નથી. તમે આવતા રહો."


એટલું જ નહીં, કાર્યક્રમ બાદ કમલનાથ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને સાથે લઈને ખાસ વિમાનમાં ભોપાલ પહોંચ્યા હતા. નોંધનીય છે કે જ્યારે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી કથા માટે છિંદવાડા પહોંચ્યા હતા ત્યારે કમલનાથે તેમના નિવાસસ્થાને તેમનું સ્વાગત કર્યું હતું. તેમના પુત્રો પોતે તેમને રિસીવ કરવા એરસ્ટ્રીપ પર ગયા હતા.