વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીના ગંગા નદીના સંખ્યાબંધ ઘાટ અને ધાર્મિક સ્થળો પર 'બિનહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત' લખેલાં પોસ્ટર લગાવવામાં આવતાં વિવાદ થયો છે.
આ પોસ્ટર્સ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ તરફથી લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં લખ્યું છે કે, સનાતન ધર્મમાં જેમની આસ્થા છે, તેમનું સ્વાગત છે, નહીં તો આ પિકનિક સ્પોટ નથી. હિંદુ સંગઠનોના કાર્યકરોએ બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની ચેતવણી આપતાં પોસ્ટર્સ ગંગા ઘાટ કિનારે પાકા ઘાટ અને ધાર્મિક સ્થળોની દીવાલો પર લગાવી દીધા છે.
પોસ્ટર્સ લગાવનારા વિશ્વ હિંદુ પરિષદના કાશી મહાનગરના મંત્રી રાજન ગુપ્તાએ જણાવ્યું કે, બિનસનાતન ધર્મ માટે લગાવવામાં આવી રહેલાં આ પોસ્ટર્સ માત્ર પોસ્ટર નહીં પણ એક ચેતવણીવાળો સંદેશ પણ છે. ગંગા ઘાટ મંદિર અને ધાર્મિક સ્થળ સનાતન ધર્મની આસ્થાના પ્રતિક છે. અમે આ ચેતવણી આપવા માગીએ છીએ કે, બિનસનાતની અમારા સનાતન ધર્મના ધાર્મિક સ્થળોથી દૂર રહે કારણ કે, આ બધાં પિકનિક સ્પોટ નથી. જે લોકો સનાતન ધર્મમાં આસ્થા ધરાવે છે તેમનું અમે સ્વાગત કરીશું. બાકી તો અમે તેમને ભગાડવાનું કામ પણ કરીશું.
બજરંગ દળના કાશી મહાનગરના સંયોજક નિખિલ ત્રિપાઠીએ જણાવ્યું કે, આ પોસ્ટર નહીં પણ એવા લોકો માટે ચેતવણી છે જે અમારી માતા ગંગાને એક પિકનિક સ્પોટ તરીકે માને છે. પોસ્ટરના માધ્યમથી ચેતવણી આપવામાં આવી છે કે, આવા લોકો અમારા ધાર્મિક સ્થળોથી દૂર રહે નહીં તો બજરંગ દળ તેમને દૂર કરશે.
કાશીમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ પહેલાં પણ 25 ડિસેમ્બરેચર્ચની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરાયો હતો. આ પછી 1 જાન્યુઆરીના રોજ વારાણસીના મોલ અને રેસ્ટોરાની બહાર પશ્ચિમી સંસ્કૃતિ સાથે જોડાયેલી પાર્ટીને સેલિબ્રેટ ન કરવાની ચેતવણીવાળા પોસ્ટક્સ પણ લગાવાયાં હતાં.
આ પોસ્ટર્સમાં લખ્યું છે કે, સનાતન ધર્મમાં જેમની આસ્થા છે, તેમનું સ્વાગત છે, નહીં તો આ પિકનિક સ્પોટ નથી. હિંદુ સંગઠનોના કાર્યકરોએ બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની ચેતવણી આપતાં પોસ્ટર્સ ગંગા ઘાટ કિનારે પાકા ઘાટ અને ધાર્મિક સ્થળોની દીવાલો પર લગાવી દીધા છે.