કોરોના સામેના જંગમાં ભારતને મોટી સફળતા મળી છે.   પીએમ મોદીએ આજે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના બીજા કેમ્પસનુ ઉદઘાટન કર્યુ હતુ.આ પ્રસંગે પીએમ મોદીએ કોરોના પર પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 150 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, કોરોના એ છેલ્લા 100 વર્ષમાં દુનિયાએ જોયેલો સૌથી મોટી મહામારી છે.


વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું હતુ કે, નવા વર્ષની શરુઆત દેશમાં 15 થી 18 વર્ષના કિશોરોના વેક્સીનેશનથી કરવામાં આવી છે.આ સાથે જ આ વર્ષના પહેલા મહિનાના પહેલા સપ્તાહમાં જ 150 કરોડ ડોઝ વેક્સીનના આપીને ભારતે ઈતિહાસ રચ્યો છે. તેમણે આ માટે દેશના વૈજ્ઞાનિકો, વેક્સીન ઉત્પાદકો અને હેલ્થ વર્કર્સનો આભાર માન્યો હતો.એ પછી તેમણે કહ્યુ હતુ કે, સરકાર દ્વારા બંગાળને અત્યાર સુધીમાં વેક્સીનના 11 કરોડ ડોઝ ઉપલ્બધ કરાવાયા છે.બંગાળને દોઢ હજારથી વધારે વેન્ટિલેટર પૂરા પડાયા છે. 49 નવા ઓક્સિજન પ્લાન્ટ પણ રાજ્યમાં કેન્દ્ર તરફથી કાર્યરત છે.


આપને જણાવી દઇએ કે, દેશમાં 87 કરોડ 9 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. તો 62 કરોડ 10 લાખથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધુની ઉંમર 34 કરોડ 98 લાખ લોકોને રસી લાગી ચૂકી છીએ. 


2 કરોડથી વધુ કિશોરેને અપાઈ રસી 


તો દેશમાં કિશોરોને પણ ખૂબ જ ઝડપથી વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ કિશોરને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. નોંધનીય છે કે, કિશોરોનું રસીકરણ અભિયાન દેશણાં 3 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે.


વેક્સિનેશન મામલે ઉત્તર પ્રદેશ અન્ય રાજ્યોની સરખામણીએ ટોપ પર છે. ઉત્તર પ્રદેશમાં રસીના 20 કરોડ 76 લાખથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 13 કરોડ 69 લાખથી વધુ, પશ્ચિમ બંગાળમાં 10 કરોડ 77 લાખ, મધ્યપ્રદેશમાં સાડા દશ કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે.