Apple in India: વિશ્વની અગ્રણી સ્માર્ટફોન ઉત્પાદક એપલે ભારત માટે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે. એપલનો આ પ્લાન નોકરીની શોધમાં રહેલા લોકોને મોટી રાહત આપશે. iPhone મેન્યૂફેક્ચરિંગ કંપની આગામી 3 વર્ષમાં ભારતમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન કરશે. આ નોકરીઓ એપલ વેન્ડર્સ દ્વારા પૂરી પાડવામાં આવશે. હાલમાં એપલના વેન્ડર્સ અને સપ્લાયરોએ ભારતમાં 1.5 લાખ લોકોને નોકરીઓ પૂરી પાડી છે.


ટાટા ઇલેક્ટ્રૉનિક્સ આપી રહી છે સૌથી વધુ નોકરિયો 
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે એપલ દેશમાં ઝડપથી ભરતીમાં વધારો કરી રહી છે. અમારું માનવું છે કે એપલ આગામી ત્રણ વર્ષમાં લગભગ 5 લાખ લોકોને નોકરી આપશે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવી રહી છે, તે હાલમાં સૌથી વધુ નોકરીઓનું સર્જન કરી રહી છે. હાલમાં એપલે જોબ્સના આંકડા પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.


ભારતમાં પોતાનું પ્રૉડક્શન 5 ગણું કરવા માંગે છે એપલ 
જોકે, એપલે ભારતમાં તેનું ઉત્પાદન લગભગ 5 ગણું વધારવાની યોજના બનાવી છે. કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન લગભગ $40 બિલિયન (3.32 લાખ કરોડ રૂપિયા) સુધી લઈ જવા માંગે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે આટલા મોટા પાયે ઉત્પાદન કરવા માટે એપલને ઘણી નોકરીઓ ઉભી કરવી પડશે. કોવિડ 19 રોગચાળા દરમિયાન, એપલને ચીનમાં તેના ઉત્પાદન આધારને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કંપનીએ ભારત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું.


2023 માં એપલનું ભારતમાંથી રેવન્યૂ સૌથી વધુ રહી 
માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટે કહ્યું છે કે એપલને વર્ષ 2023માં ભારતમાંથી સૌથી વધુ આવક થશે. જો કે સેમસંગે વેચાણના મામલામાં જીત મેળવી છે. એપલે ભારતમાંથી લગભગ 1 કરોડ ફોનની નિકાસ કરી છે. તેમજ રેવન્યુના મામલામાં તે પ્રથમ વખત દેશની નંબર વન કંપની બની છે. એપલે વર્ષ 2023-24માં iPhone નિકાસ દ્વારા ભારતમાંથી $12.1 બિલિયન મેળવ્યા છે. વર્ષ 2022-23માં આ આંકડો 6.27 અબજ ડોલર હતો. આ લગભગ 100 ટકાનો ઉછાળો છે.


                                                                                                                                                                                                                                                         


Education Loan Information:

Calculate Education Loan EMI