નવી દિલ્લીઃ સુપ્રિમ કોર્ટે આજે સલમાન ખાન સાથે જાડાયેલા 2002 હિટ અન્ડ રન કેસ મામલે ઘાયલ એક વ્યક્તિની અરજી ફગાવી દેવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા સલમાન ખાનને છોડી મુકવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
જજ જેએસ ખેહર અને જજ ડીવાઇ ચંદ્રચુડની બેંચે અરજી કરતા એમ નિયામત શેખ અને તેના પરિવાર દ્વારા કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. જેમ હાઇકોર્ટના નિર્ણયને કેન્સલ કરી અને સલમાન તથા મહારાષ્ટ્ર સરકારને વળતર આપવાની વાત કરી છે.
બેંચે જણાવ્યું હતું કે, "મામલો અમારી સામે છે. મહારાષ્ટ્ર રાજ્યની અપીલ પહેલા જ મારી સામે છે." શેખર તરફથી હાજર વકિલ શિવ કુમાર ત્રીપાઠીએ જ્યારે કહ્યું કે, પીડિતને કોઇ વડતર નથી મળ્યું. તો બેંચે આના પર કહ્યું હતું કે, આના માટે અપિલ કરવી એ ઉપચાર નથી.