મુંબઇમાં બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતાં મૉડલે કરી આત્મહત્યા
abpasmita.in | 15 Jul 2016 08:27 AM (IST)
મુંબઇઃ દિલ્લીથી મુંબઇ સ્ટાર બનવા માટે આવેલી મૉડેલ અભિનેત્રી કમજીત કૌર ઉર્ફે નેહાએ પોતાના ફ્લેટ પર પંખા સાથે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. જાણાવા માળતી માહિતી મુજબ નેહા તેના બૉયફ્રેન્ડ દિપેંદ્ર સિંહ સાથે લીવઇન રિલેશનમાં રહેતી હતી. અને તેના બોયફ્રેન્ડ સાથે જગડો થયો હતો. નેહા જેની સાથે મુંબઇમાં લિન-ઇન રિલેશનમાં રહેતી હતી તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. લગ્ને વાતને લઇને તેના બૉયફ્રેન્ડ સાથે ઝગડો કર્યો હતો. ત્યાર બાદ તેનો બૉયફ્રેન્ડ ગુસ્સામાં રૂમ છોડીન બહાર જતો રહ્યો હતો. જ્યારે તે પરત ફર્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખોલીને જતા નેહાની લાશ પંખા સાથે લટકી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નેહા અને દિપેંદ્રની ફેમિલી એક બીજાને ઓળખતી હતી. નેહાના બૉયફ્રેન્ડ દિપેંદ્ર ઉર્ફ દેવરાજે દરવાજો ખખડાવતા નેહાએ કોઇ જ પ્રતિક્રિયા આપી નહી. ત્યાર બાદ દેવરાજે પોલીસને ફોન કરીને જાણ કરી અને પોલીસના આવ્યા પહેલા સોસાયટીના લોકોની મદદથી દરવાજો ખોલીને જોતા નેહાની લાશ સીલિંગ ફેન સાથે નેહાની લાશ લટકતી હતી. હાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.