coronavirus: કોરોનાની મહામારીમાં બીજી લહેર દેશ માટે અને ખાસ કરીને સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે એક પડકારરૂપ સાબિત થઇ રહી છે. આ સ્થિતિમાં ડોક્ટર હળવા લક્ષણો ધરાવતા દર્દીને ઘરે રહીને જ ઇલાજ કરવાની સલાહ આપે છે. તો ઘર પર કઇ રીતે ફેફસાની ફિટનેસ ચેક કરી શકાય જાણીએ


કોરોનાની મહામારીમાં મોટી સંખ્યામાં દર્દીઓ હોમલાઇસોલેટ થઇને પોતાનો ઇલાજ કરાવી રહ્યાં છે. આ સ્થિતિમાં આપ ઘર પર જ રહીને આપના ફેફસાની ફિટનેસને જાણી શકો છો. હળવા લક્ષણઓ ધરાવતા વ્યક્તિએ જો કોઇ તકલીફ ન હોય તો સીટી સ્કેન માટે દોડવાની જરૂર નથી.


હોલ્ડ બ્રેથ: હોમઆઇસોલેટ દર્દી ઘર પર રહીને જ ફેફસાં કેટલા ફિટ છે તે જાણી શકાય છે. આપ આ માટે ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ લીધા બાદ એક હોલ્ડ બ્રિથિંગ એકસરસાઇઝ કરો. તેનાથી જાણી શકાશે કે આપના ફેફસાં સંક્રમણ બાદ પણ કેટલા સ્વસ્થ છે. હોલ્ડ બ્રેથ માટે આ પહેલા આપ પીઠ સીધી રાખીને વ્યવસ્થિ બેસો. ત્યારબાદ  ઉંડો શ્વાસ લો. ત્યાર બાદ શ્વાસને હોલ્ડ કરો. જો આપ 25 સેકેન્ડ સુધી શ્વાસ કોઇ તકલીફ વિના રોકી શકો છો તો સમજો કે આપના ફેફસાં એકદમ ફિટ છે.


6 મિનિટ વોક ટેસ્ટ: જો હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને કોઇ મુશ્કેલી ન હોય તો તે 6 મિનિટ વોક ટેસ્ટથી પણ ફેફસાંની ફિટનેસને ચકાસી શકે છે. આ માટે પેશન્ટે 6 મિનિટ ફાસ્ટ બ્રિસ્ક વોક કરવાની રહેશે. વોક કર્યાં બાદ જો ત્રણ પોઇન્ટ ઓક્સિજન લેવલ ડાઉન થયા તો તે ચિંતાની બાબત છે. આ સમયે ડોક્ટરનો સંપર્ક કરવો.


આ સિવાય જો વધુ કફિંગ હોય,..સતત ખાંસી આવતી  અથવા તો છાતીમાં દુખાવો થતો હોય તો ફેફસાંમાં વધુ સંક્રમણ થયાના આ સાંકેતિક લક્ષણો છે. આવા લક્ષણો દેખાયા તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.