નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહના સ્વાસ્થ્યને લઈ સારા સમાચાર આવ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ ઠીક થઈ ગયા છે અને દિલ્હી એઇમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. કોરોનાથી ઠીક થયા બાદ શાહની તબિયત બગડતાં 18 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલ્હી એઈમ્સ દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરીને આ માહિતી આપવામાં આવી છે.  આ પહેલા કોરોનાના કારણે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



2 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને ખુદ આ જાણકારી આપી હતી. જે બાદ સારવાર માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેની જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી.