નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધના પૂર્વોત્તરમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ગંભીર સ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે મેઘાલયની રાજધાની શિલૉંગનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ રવિવારે અમિત શાહ શિલોન્ગની મુલાકાતે જવાના હતા. ગૃહમંત્રી શિલૉન્ગ સ્થિત પૂર્વોત્તર પોલીસ એકેડમીના એક કાર્યક્રમમાં જવાના હતા.


આ પહેલા આસામના ગુવાહાટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંજો આબેનો કાર્યક્રમ પણ સ્થગિત થયો હતો. નાગરિકતા સંશોધન કાયદાની વિરોધની અસર મેઘાલય સુધી પહોંચી ગઈ છે. મેઘાલયમાં પણ 48 કલાક માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

આસામમાં નાગરિતા એક્ટને લઈને છેલ્લા બે દિવસથી વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. હજારો લોકો આ કાયદાને પરત ખેંચવાની માંગ સાથે રસ્તા પર ઉતરી પડ્યા છે. ગુરવારે આ પ્રદર્શન હિંસક બનતા ગુવાહાટીમાં ત્રણ લોકોના મોત થયા હતા.